________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબેધ
ભિખારીની પેઠે પરિણામે ખેદ, પશ્ચાત્તાપ અને અર્ધગતિને પામે છે. સ્વપ્નાની એકે વસ્તુનું સત્યત્વ નથી, તેમ સંસારની એકે વસ્તુનું સત્યત્વ નથી. બન્ને ચપલ અને શેકમય છે. આવું વિચારી બુદ્ધિમાન પુરુષે આત્મશ્રેયને શેધે છે.
ઇતિ શ્રી “ભાવનાબોધ ” ગ્રંથના પ્રથમ દર્શનનું પ્રથમ ચિત્ર અનિત્ય ભાવના” એ વિષય પર સદષ્ટાંત વૈરાગ્યપદેશાર્થ સમાપ્ત થયું.
દ્વિતિય ચિત્ર અશરણભાવના
(ઉપજાતિ) સર્વજ્ઞને ધર્મ સુશર્ણ જાણી,
આરાધ આરાધક પ્રભાવ આણું; અનાથ એકાંત સનાથ થાશે,
એના વિના કેઈ ન બાંહ્ય હાશે. વિશેષાર્થ –સર્વજ્ઞ જિનેશ્વરદેવે નિસ્પૃહતાથી બોધેલ ધર્મ ઉત્તમ શરણરૂપ જાણીને મન, વચન અને કાયાના પ્રભાવવડે હે ચેતન! તેને તું આરાધ, આરાધ. તે કેવલ અનાથરૂપ છે તે સનાથ થઈશ. એના વિના ભવાટવીબ્રમણમાં તારી બાંહ્ય કઈ સહાનાર નથી.
જે આત્માએ સંસારનાં માયિક સુખને કે અવદર્શનને શરણરૂપ માને તે અધોગતિ પામે, તેમજ સદૈવ અનાથ રહે એ બધ કરનારૂં ભગવાન અનાથી મુનિનું ચરિત્ર પ્રારંભીએ છીએ, એથી અશરણભાવના સુદઢ થશે.
For Private And Personal Use Only