________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪
મેક્ષમાળા, છે, મતભેદ છે ત્યાં અંધારું છે; મમત્વ કે રાગ છે ત્યાં સત્ય. તત્વ નથી એ વાત આપણે શા માટે ન વિચારવી!
હું એક મુખ્ય વાત તમને કહું છું કે જે મમત્વરહિતની અને ન્યાયની છે, તે એ છે કે ગમે તે દર્શનને તમે માને. ગમે તે પછી તમારી દષ્ટિમાં આવે તેમ જૈનને કહે, સર્વ દર્શનનાં શાસ્ત્રતત્ત્વને જુએ, તેમ જૈનતત્ત્વને પણ જુએ. સ્વતંત્ર આત્મિક શક્તિએ જે યંગ્ય લાગે તે અંગીકાર કરે. મારું કે બીજા ગમે તેનું ભલે એકદમ તમે માન્ય ન કરે પણ તત્વને વિચારે.
શિક્ષાપાઠ ૯૯. સમાજની અગત્ય –
આંગ્લભૌમિએ સંસારસંબંધી અનેક કલાકૌશલ્યમાં શાથી વિજય પામ્યા છે? એ વિચાર કરતાં આપણને તત્કાલ જણાશે કે તેઓને બહુ ઉત્સાહ અને ઉત્સાહમાં અનેકનું મળવું. કળાકૌશલ્યના એ ઉત્સાહી કામમાં એ અનેક પુરુષની ઉભી થયેલી સભા કે સમાજે પરિણામ શું મેળવ્યું? તે ઉત્તરમાં એમ આવશે કે લક્ષ્મી, કીતિ અને અધિકાર. એ એમનાં ઉદા. હરણ ઉપરથી એ જાતિનાં કળાકૌશલ્ય શેધવાને હું અહીં બંધ કરતે નથી, પરંતુ સર્વજ્ઞ ભગવાનનું કહેલું ગુપ્ત તત્વ પ્રમાદસ્થિતિમાં આવી પડ્યું છે, તેને પ્રકાશિત કરવા તથા પૂર્વાચાર્યોનાં ગૂંથેલાં મહાન શાસ્ત્રો એકત્ર કરવા, પડેલા ગચ્છના મતમતાંતરને ટાળવા તેમજ ધર્મવિદ્યાને પ્રફુલ્લિત કરવા એક મહાન સમાજ સદાચરણ શ્રીમંત અને ધીમંત બન્નેને મળીને સ્થાપન કરવાની અવશ્ય છે એમ દર્શાવું છું, પવિત્ર સ્યાદ્વાદમતનું ઢંકાયેલું તત્ત્વ પ્રસિદ્ધિમાં આણવા જ્યાં સુધી પ્રયોજન
For Private And Personal Use Only