________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા સામાન્ય સ્થિતિથી (કેવળ અચળ નહીં) ત્રિગુણાત્મક માયા સિદ્ધ થાય એ અઢારમે દેષ.
શિક્ષાપાઠ ૮૯૦ તત્ત્વાવબેધ, ભાગ ૮:–
એટલા દેષ એ કથનો સિદ્ધ ન થતાં આવે છે. એક જૈનમુનિએ મને અને મારા મિત્રમંડળને એમ કહ્યું હતું કે જૈન સપ્તભંગી નય અપૂર્વ છે, અને એથી સર્વ પદાર્થ સિદ્ધ થાય છે. નાસ્તિ, અસ્તિના એમાં અગમ્યભેદ રહ્યા છે. આ કથન સાંભળી અમે બધા ઘેર આવ્યા પછી યોજના કરતાં કરતાં આ લબ્ધિવાકયની જીવ પર પેજના કરી. હું ધારું છું કે એવા નાસ્તિ અસ્તિના બન્ને ભાવ જીવ પર નહિ ઊતરી શકે. લબ્ધિવાક્યો પણ લેશરૂપ થઈ પડશે. યદિ એ ભણી મારી કંઈ તિરસ્કારની દૃષ્ટિ નથી. આના ઉત્તરમાં અમે કહ્યું કે આપે જે નાસ્તિ અને અતિ નય જીવ પર ઉતારવા ધાર્યો તે સનિક્ષેપ શૈલીથી નથી, એટલે વખતે એમાંથી એકાંતિક પક્ષ લઈ જવાય; તેમ વળી હું કંઈ સ્યાદ્વાદશૈલીને યથાર્થ જાણનાર નથી. મંદમતિથી લેશ ભાગ જાણું છું. નાસ્તિ અસ્તિ નય પણ આપે શિલીપૂર્વક ઉતાર્યો નથી એટલે હું તર્કથી જે ઉત્તર દઈ શકું તે આપ સાંભળો.
ઉત્પત્તિમાં “ના” એવી જે પેજના કરી છે તે એમ યથાર્થ થઈ શકે છે કે “જીવ અનાદિ અનંત છે.” વિઘતામાં ના” એવી જે પેજના કરી છે તે એમ યથાર્થ થઈ શકે કે એને કઈ કાળે નાશ નથી.”
For Private And Personal Use Only