________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
મોક્ષમાળા
તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ?
નિર્દોષ નરનું કથન માને તેહ” જેણે અનુભવ્યું; રે! આત્મ તારે ! આત્મ તારે! શીધ્ર એને ઓળખો,
સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હૃદયે લખે. ૫
શિક્ષાપાઠ ૬૮. જિતેન્દ્રિયતા:--
જ્યાં સુધી જીવ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે, જ્યાં સુધી કાન વારાંગનાનાં ગાયન અને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુધી આંખ નેપવન જેવાનું લક્ષ રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધીલેપન ચાહે છે, ત્યાં સુધી તે મનુષ્ય નિરાગી, નિર્ભય, નિઃપરિગ્રહી, નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતું નથી. મનને વશ કરવું એ સર્વોત્તમ છે. એના વડે સઘળી ઇંદ્રિયે વશ કરી શકાય છે. મન જીતવું બહુ બહુ દુર્ઘટ છે. એક સમયમાં અસંખ્યાતા
જન ચાલનાર અશ્વ તે મન છે. એને થકાવવું બહુ દુર્લભ છે. એની ગતિ ચપળ અને ન ઝાલી શકાય તેવી છે. મહા જ્ઞાનીઓએ જ્ઞાનરૂપી લગામ વડે કરીને એને ખંભિત રાખી સર્વ જય કર્યો છે.
ઉત્તરાધ્યયનસૂત્રમાં નમિરાજ મહર્ષિએ શકેંદ્ર પ્રત્યે એમ કહ્યું કે દશ લાખ સુભટને જીતનાર કંઈક પડ્યા છે; પરંતુ સ્વાત્માને જીતનાર બહુ દુર્લભ છે, અને તે દશ લાખ સુભટને જીતનારા કરતાં અત્યુત્તમ છે.
મન જ સર્વોપાધિની જન્મદાતા ભૂમિકા છે. મન જ
For Private And Personal Use Only