________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા
આરામ કરવાનું તત્ત્વ બતાવ્યું હોય ત્યાંથી આપણા આત્માની સત્ શાંતિ નથી. કારણ એ ધર્મમત ગણીએ તે આ સંસાર ધમમતયુક્ત જ છે. પ્રત્યેક ગૃહસ્થનું ઘર એ જ વૈજનાથી ભરપૂર હોય છે. છેકરા હૈયાં, સ્ત્રી, રંગ, રાગ, તાન ત્યાં જામ્યું પડયું હોય છે. અને તે ઘર ધમમંદિર કહેવું તે પછી અધર્મસ્થાનક કયું? અને, જેમ વતીએ છીએ તેમ વર્તવાથી ખોટું પણ શું? કઈ એમ કહે કે પેલાં ધર્મમંદિરમાં તે પ્રભુની ભક્તિ થઈ શકે છે તો તેઓને માટે ખેદપૂર્વક આટલે જ ઉત્તર દેવાને છે કે, તે પરમાત્મતત્વ અને તેની વૈરાગ્યમય ભક્તિને જાણતા નથી. ગમે તેમ છે પણ આપણે - આપણું મૂળ વિચાર પર આવવું જોઈએ. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ આત્મા સંસારમાં વિષયાદિક મલિનતાથી પર્યટન કરે છે. તે મલિનતાને ક્ષય વિશુદ્ધ ભાવ જળથી હેવો જોઈએ. અહંતનાં કહેલાં તત્વરૂપ સાબુ અને વૈરાગ્યરૂપી જળથી ઉત્તમ આચારરૂપ પથ્થર પર રાખીને આત્મવસ્ત્રને ધનાર નિગ્રંથ ગુરુ છે. આમાં જે વૈરાગ્ય જળ ન હોય તે બધાં સાહિત્યે કંઈ કરી શકતાં નથી, માટે વૈરાગ્યને ધર્મનું સ્વરૂપ કહી શકાય. યદિ અહંત પ્રણીત તત્ત્વ વૈરાગ્ય જ બધે છે, તો તેજ ધર્મનું સ્વરૂપ એમ ગણવું.
શિક્ષાપાઠ ૫૮. ધર્મના મતભેદ, ભાગ ૧:–
આ જગતીતળ પર અનેક પ્રકારથી ધર્મના મત પડેલા છે. તેવા મતભેદ અનાદિકાળથી છે, એ ન્યાયસિદ્ધ છે. પણ
For Private And Personal Use Only