________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
મેક્ષમાળા પણ કાળપ્રભાવને લીધે તે જોઈએ એવું પ્રકુટિલત ન થઈ શકે.
“વંજ ના છિના' એવું ઉત્તરાધ્યયન સૂત્રમાં વચન છે; એનો ભાવાર્થ એ છે કે છેલ્લા તીર્થકર (મહાવીર
સ્વામી)ના શિષ્ય વાંકા અને જડ થશે અને તેમની સત્યતા વિષે કેઈને બેસવું રહે તેમ નથી. આપણે કયાં તત્ત્વનો વિચાર કરીએ છીએ? ક્યાં ઉત્તમ શીલને વિચાર કરીએ છીએ? નિયમિત વખત ધર્મમાં કયાં વ્યતીત કરીએ છીએ? ધર્મ તીર્થના ઉદયને માટે કયાં લક્ષ રાખીએ છીએ ? કયાં દાઝવડે ધર્મતને શોધીએ છીએ ? શ્રાવક કુળમાં જગ્યા એથી કરીને શ્રાવક, એ વાત આપણે ભાવે કરીને માન્ય કરવી જોઈતી નથી; એને માટે જોઈતા આચાર, જ્ઞાન, શોધ કે એમાંનાં કંઈ વિશેષ લક્ષણે હેય તેને શ્રાવક માનીએ તે તે યથાયોગ્ય છે. દ્રવ્યાદિક કેટલાક પ્રકારની સામાન્ય દયા શ્રાવકને ઘેર જમે છે અને તે પાળે છે, એ વાત વખાણવા લાયક છે; પણ તત્ત્વને કેઈક જ જાણે છે, જાણ્યા કરતાં ઝાઝી શંકા કરનાર અર્ધદગ્ધ પણ છે; જાણીને અહં પદ કરનારા પણ છે; પરંતુ જણને તત્ત્વના કાંટામાં તળનારા કેઈક વિરલા જ છે. “પરસ્પર આમ્નાયથી કેવળ, મનઃપર્યવ અને પરમાવધિજ્ઞાન” વિચ્છેદ ગયાં. દષ્ટિવાદ વિચ્છેદ ગયું; સિદ્ધાંતને ઘણે ભાગ વિચછેદ ગયે; માત્ર થોડા રહેલા ભાગ પર સામાન્ય સમજણથી શંકા કરવી યોગ્ય નથી. જે શંકા થાય તે વિશેષ જાણનારને પૂછવી, ત્યાંથી મનમાન ઉત્તર ન મળે તે પણ જિનવચનની શ્રદ્ધા ચળવિચળ કરવી નહીં. અનેકાંત શૈલીના સ્વરૂપને વિરલા જાણે છે.
For Private And Personal Use Only