________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા
૧૫૯ પધાર્યા ર૪૧૪ વર્ષ થઈ ગયાં. મગધ દેશના ક્ષત્રિયકુંડ નગરમાં ત્રિશલાદેવી ક્ષત્રિયાણીની કુખે સિદ્ધાર્થ રાજાથી ભગવાન મહાવીર જમ્યા. મહાવીર ભગવાનના મેટા ભાઈનું નામ નંદીવર્ધમાન હતું. મહાવીર ભગવાનની સ્ત્રીનું નામ યાદા હતું. ત્રીશ વર્ષ તેઓ ગૃહસ્થાશ્રમમાં રહ્યા. એકાંતિક વિહારે સાડાબાર વર્ષ એક પક્ષ તપાદિક સમ્યકાચારે, એમણે અશેષ ઘનઘાતી કમને બાળીને ભસ્મીભૂત કર્યા અને અનુપમેય કેવળજ્ઞાન અને કેવળદર્શન ઋજુવાલિકા નદીને કિનારે પામ્યા. એકંદર બહોતેર વર્ષની લગભગ આયુ ભોગવી સર્વ કમ ભસ્મીભૂત કરી સિદ્ધસ્વરૂપને પામ્યા. વર્તમાન ચોવીસીના એ છેલ્લા જિનેશ્વર હતા.
એઓનું આ ધર્મતીર્થ પ્રવર્તે છે. તે ૨૧,૦૦૦ વર્ષ એટલે પંચકાળની પૂર્ણતા સુધી પ્રવર્તશે; એમ ભગવતીસૂત્રનાં પ્રવચન છે.
આ કાળ દશ અપવાદથી યુક્ત હોવાથી એ ધર્મતીર્થ પર અનેક વિપત્તિઓ આવી ગઈ છે, આવે છે, અને પ્રવચન પ્રમાણે આવશે પણ ખરી.
જેનસમુદાયમાં પરસ્પર મતભેદ બહુ પડી ગયા છે. પરસ્પર નિંદાથેથી જ જાળ માંડી બેઠા છે. વિવેક વિચારે મધ્યસ્થ પુરુષ મતમતાંતરમાં નહીં પડતાં જૈન શિક્ષાનાં મૂળ તત્ત્વ પર આવે છે; ઉત્તમ શીલવાન મુનિઓ પર ભાવિક રહે છે. સત્ય એકાગ્રતાથી પિતાના આત્માને દમે છે.
વખતે વખતે શાસન કંઈ સામાન્ય પ્રકાશમાં આવે છે;
For Private And Personal Use Only