________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા
૧૫૧ વિવેકથી તે ઘટાડી તે ઘટી. એ રાજા જે ચક્રવતી હતી તે પછી હું એથી વિશેષ શું માગી શકત? અને વિશેષ જ્યાં સુધી ન મળત ત્યાં સુધી મારી તૃષ્ણા સમાત પણ નહીં જ્યાં સુધી તૃષ્ણા સમાત નહિ ત્યાં સુધી હું સુખી પણ ન હતી. એટલેથી એ મારી તૃષ્ણ ટળે નહીં તો પછી બે માસાથી કરીને ક્યાંથી ટળે? એને આત્મા સવળીએ આવ્યો અને તે બોલ્યો, હવે મારે એ બે માસાનું પણ કંઈ કામ નથી. બે માસથી વધીને હું કેટલે સુધી પહોંચે ! સુખ તે સંતેષમાં જ છે. તૃષ્ણ એ સંસારવૃક્ષનું બીજ છે. એને હે જીવ, તારે શું ખપ છે? વિદ્યા લેતાં તે વિષયમાં પડી ગયે; વિષયમાં પડવાથી આ ઉપાધિમાં પડ્યો; ઉપાધિ વડે કરીને અનંત તૃષ્ણ સમુદ્રના તરંગમાં તું પડયો. એક ઉપાધિમાંથી આ સંસારમાં એમ અનંત ઉપાધિ વેઠવી પડે છે. એથી એને ત્યાગ કર ઉચિત છે. સત્ય સંતોષ જેવું નિરુપાધિ સુખ એકે નથી. એમ વિચારતાં વિચારતાં, તૃષ્ણા શમાવવાથી તે કપિલનાં અનેક આવરણ ક્ષય થયાં. તેનું અંતઃકરણ પ્રફુલ્લિત અને બહુ વિવેકશીલ થયું. વિવેકમાં ને વિવેકમાં ઉત્તમ જ્ઞાનવડે તે સ્વાત્મને વિચાર કરી શક્યો. અપૂર્વશ્રેણિએ ચઢી તે કૈવલ્યજ્ઞાનને પામ્યો કહેવાય છે.
તૃષ્ણ કેવી કનિષ્ઠ વસ્તુ છે! જ્ઞાનીઓ એમ કહે છે કે તૃષ્ણ આકાશના જેવી અનંત છે; નિરંતર તે નવયૌવન રહે છે. કંઈક ચાહના જેટલું મળ્યું એટલે ચાહનાને વધારી દે છે. સંતેષ એ જ કલ્પવૃક્ષ છે; અને એ જ માત્ર મનેવાંછિતતા પૂર્ણ કરે છે.
For Private And Personal Use Only