________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા
૧૪૩ રહ્યા હતા, ત્યારે તેઓ એક અદ્ભુત ક્ષમામય ચરિત્રથી મહાસિદ્ધિને પામી ગયા, તે અહીં કહું છું.
સોમલ નામના બ્રાહ્મણની સુરૂપવર્ણ સંપન્ન પુત્રી વેરે ગજસુકુમારનું સગપણ કર્યું હતું. પરંતુ લગ્ન થયા પહેલાં ગજકુમાર તો સંસાર ત્યાગી ગયા. આથી પોતાની પુત્રીનું સુખ જવાના દ્વેષથી તે સમલ બ્રાહ્મણને ભયંકર ક્રોધ વ્યાપે. ગજસુકુમારને શોધ કરતો કરતે એ સ્મશાનમાં જ્યાં મહામુનિ ગજસુકુમાર એકાગ્ર વિશુદ્ધભાવથી કાર્યોત્સર્ગમાં છે, ત્યાં આવી પહોંચ્યો. કેમળ ગજસુકુમારના માથા પર ચીકણું માટીની વાડ કરી; અને અંદર ધખધખતા અંગારા ભર્યા, ઇંધન પૂર્યું એટલે મહાતાપ થયે. એથી ગજસુકુમારને કેમળ દેહ બળવા માંડ્યો એટલે તે સેમલ જ રહ્યો. એ વેળા ગજસુકુમારના અસહ્ય દુઃખમાં કહેવું પણ શું હોય? પરંતુ ત્યારે તે સમભાવ પરિણામમાં રહ્યા. કિંચિત્ કોધ કે દ્વેષ એના હૃદયમાં જન્મ પામ્યું નહીં. પિતાના આત્માને સ્થિતિસ્થાપક કરીને બેધ દીધું કે જે ! તું એની પુત્રીને પર હોત તે એ કન્યાદાનમાં તને પાઘડી આપતા. એ પાઘડી થડા વખતમાં ફાટી જાય તેવી અને પરિણામે દુખઃ દાયક થાત. આ એને બહુ ઉપકાર થયે કે એ પાઘડી બદલ એણે મોક્ષની પાઘડી બંધાવી. એવા વિશુદ્ધ પરિણામથી અડગ રહી સમભાવથી તે અસહ્ય વેદના સહીને સર્વજ્ઞ સર્વદશ થઈ અનંત જીવન સુખને પામ્યા. કેવી અનુપમ ક્ષમાં અને કેવું તેનું સુંદર પરિણામ! તત્ત્વજ્ઞાનીઓનાં વચન છે કે, આત્મા માત્ર સ્વસદુભાવમાં આવવું જોઈએ અને
For Private And Personal Use Only