________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
૧૪૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા
વિશેષાથ :-લક્ષ્મી વીજળી જેવી છે. વીજળીને
ઝબકારા જેમ થઈ ને એલવાઈ જાય છે, તેમ લક્ષ્મી આવીને ચાલી જાય છે. અધિકાર પતગના રંગ જેવા છે. પતગના રંગ જેમ ચાર દિવસની ચટકી છે; તેમ અધિકાર માત્ર થાડા કાળ રહી હાથમાંથી જતા રહે છે. આયુષ્ય પાણીનાં મેાજા જેવું છે. પાણીના હિલેાળે આવ્યે કે ગયા તેમ જન્મ પામ્યા, અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં ખીજા દેહમાં પડવું પડે છે. કામલેગ આકાશમાં ઉત્પન્ન થતા ઇંદ્રના ધનુષ્ય જેવા છે; જેમ ઇંદ્રધનુષ્ય વર્ષાકાળમાં થઈને ક્ષણવારમાં લય થઈ જાય છે; તેમ યૌવનમાં કામના વિકાર ફળીભૂત થઈ જારા વયમાં જતા રહે છે; ટૂંકામાં હે જીવ! એ સઘળી વસ્તુઓના સંબંધ ક્ષણભર છે. એમાં પ્રેમમ ધનની સાંકળે બંધાઈ ને શુ રાચવું? તાત્પર્ય એ સઘળાં ચપળ અને વિનાશી છે, તું અખંડ અને અવિનાશી છે; માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર ! એ એધ યથા છે.
શિક્ષાપાઠ ૪૩. અનુપમ ક્ષમા :
ક્ષમા એ અ ંતત્રુ જીતવામાં ખડ્ગ છે. પવિત્ર આચારની રક્ષા કરવામાં અખ્તર છે. શુદ્ધભાવે અસહ્ય દુઃખમાં સમપરિણામથી ક્ષમા રાખનાર મનુષ્ય ભવસાગર તરી જાય છે.
કૃષ્ણ વાસુદેવના ગજસુકુમાર નામના નાના ભાઈ મહા સુરૂપવાન, સુકુમાર માત્ર બાર વર્ષની વયે ભગવાન નેમિનાથની પાસેથી સંસારત્યાગી થઈ સ્મશાનમાં ઉગ્ર ધ્યાનમાં
For Private And Personal Use Only