________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા
૧૩
અરિહંતાણું” એ વાક્ય મૂકીને “નમે સિદ્ધાણું” એ વાક્ય સંભારવું પડે. એમ પુનઃ પુનઃ લક્ષની દૃઢતા રાખતાં મન એકાગ્રતાએ પહોંચે છે. અનકમબંધ હોય તો તેમ થઈ શકતું નથી, કારણ વિચાર કરવો પડતો નથી. એ સૂક્ષ્મ વખતમાં મન પરમેષ્ઠીમંત્રમાંથી નીકળીને સંસારતંત્રની ખટપટમાં જઈ પડે છે; અને વખતે ધર્મ કરતાં ધાડ પણ કરી નાખે છે, જેથી સત્પરુષેએ આ આનુપૂર્વીની ચેજના કરી છે, તે બહુ સુંદર અને આત્મશાંતિને આપનારી છે.
શિક્ષાપાઠ ૩૭. સામાયિકવિચાર, ભાગ ૧ –
આત્મશક્તિને પ્રકાશ કરનાર, સમ્યજ્ઞાનદર્શનનો ઉદય કરનાર, શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશ કરાવનાર, નિજરને અમૂલ્ય લાભ આપનાર, રાગદ્વેષથી મધ્યસ્થ બુદ્ધિ કરનાર એવું સામાયિક નામનું શિક્ષાત્રત છે. સામાયિક શબ્દની વ્યુત્પત્તિ સમ-આય-ઈક એ શબ્દોથી થાય છે; “સમ” એટલે રાગદ્વેષરહિત મધ્યસ્થ પરિણામ, “આય” એટલે તે સમભાવનાથી ઉત્પન્ન થતે જ્ઞાનદર્શનચારિત્રરૂપ મેક્ષમાર્ગનો લાભ, અને
ઈક” કહેતાં ભાવ એમ અર્થ થાય છે. એટલે કે જેવડે કરીને મેક્ષના માર્ગને લાભદાયક ભાવ ઊપજે તે સામાયિક. આ અને રૌદ્ર એ બે પ્રકારનાં ધ્યાનને ત્યાગ કરીને, મન, વચન કાયાના પાપભાવને રેકીને વિવેકી શ્રાવક સામાયિક કરે છે.
મનના પુગલ દોરંગી છે. સામાયિકમાં જ્યારે વિશુદ્ધ પાઠા, તરંગી.
For Private And Personal Use Only