________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦.
મોક્ષમાળા
આપ્યું; પરંતુ કાળજાનું સવા પૈસાભાર માંસ ન આપ્યું. ત્યારે એ માંસ સતું કે મોંધું? બધા સામતે સાંભળીને શરમથી નીચું જોઈ રહ્યા; કોઈથી કાંઈ બેલી શકાયું નહીં. પછી અભયકુમારે કહ્યું: આ કંઈ મેં તમને દુઃખ આપવા કર્યું નથી પરંતુ બોધ આપવા કર્યું છે. આપણને આપણું શરીરનું માંસ આપવું પડે તો અનંત ભય થાય છે, કારણ આપણા દેહની આપણને પ્રિયતા છે; તેમ જે જીવનું તે માંસ હશે તેને પણ જીવ તેને વહાલો હશે. જેમ આપણે અમૂલ્ય વસ્તુઓ આપીને પણ પિતાને દેહ બચાવીએ છીએ તેમ તે બિચારાં પામર પ્રાણીઓને પણ હાવું જોઈએ. આપણે સમજવાળા, બોલતાં ચાલતાં પ્રાણી છીએ. તે બિચારાં અવાચક અને અણસમજણ વાળાં છે. તેમને માતરૂપ દુઃખ આપીએ એ કેવું પાપનું પ્રબળ કારણ છે? આપણે આ વચન નિરંતર લક્ષમાં રાખવું કે, સર્વ પ્રાણીને પિતાને જીવ વહાલે છે અને સર્વ જીવની રક્ષા કરવી એ જે એકકે ધર્મ નથી. અભયકુમારના ભાષણથી શ્રેણિક મહારાજા સંતોષાયા. સઘળા સામતે પણ બંધ પામ્યા. તેઓએ તે દિવસથી માંસ ન ખાવાની પ્રતિજ્ઞા કરી, કારણ એક તે તે અભક્ષ્ય છે, અને કેઈ જીવ હણાયા વિના તે આવતું નથી એ માટે અધર્મ છે; માટે અભય પ્રધાનનું કથન સાંભળીને તેઓએ અભયદાનમાં લક્ષ આપ્યું જે આત્માના પરમ સુખનું કારણ છે.
For Private And Personal Use Only