________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
મોક્ષમાળા વિરના કહેલા પરમતત્ત્વધના યોગબળથી વધે છે. મનુષ્ય રિદ્ધિ પામે છે, સુંદર સ્ત્રી પામે છે, આજ્ઞાંકિત પુત્ર પામે છે, બહાળે કુટુંબ પરિવાર પામે છે, માનપ્રતિષ્ઠા તેમજ અધિકાર પામે છે, અને તે પામવાં કંઈ દુર્લભ નથી; પરંતુ ખરું ધર્મ તત્વ કે તેની શ્રદ્ધા કે તેને છેડો અંશ પણ પામવો મહા દુર્લભ છે. એ રિદ્ધિ ઈત્યાદિક અવિવેકથી પાપનું કારણ થઈ અનંત દુઃખમાં લઈ જાય છે, પરંતુ આ થેડી શ્રદ્ધાભાવના પણ ઉત્તમ પદવીએ પહોંચાડે છે. આમ દયાનું સત્પરિણામ છે. આપણે ધર્મતવયુક્ત કુળમાં જન્મ પામ્યા છીએ તો હવે જેમ બને તેમ વિમળ દયામય વર્તનમાં આવવું. વારંવાર લક્ષમાં રાખવું કે, સર્વ જીવની રક્ષા કરવી. બીજાને પણ એવો જ યુક્તિ પ્રયુક્તિથી બંધ આપ. સર્વ જીવની રક્ષા કરવા માટે એક બેધદાયક ઉત્તમ યુક્તિ બુદ્ધિશાળી અભયકુમારે કરી હતી તે આવતા પાઠમાં હું કહું છું; એમ જ તત્ત્વબેધને માટે યૌક્તિક ન્યાયથી અનાર્ય જેવા ધર્મમતવાદિઓને શિક્ષા આપવાને વખત મળે તે આપણે કેવા ભાગ્યશાળી!
શિક્ષાપાઠ ૩૦. સર્વ જીવની રક્ષા, ભાગ:–ર
મગધ દેશની રાજગૃહી નગરીને અધિરાજા શ્રેણિક એક વખતે સભા ભરીને બેઠે હતો. પ્રસંગોપાત્ત વાતચિતના પ્રસંગ ગમાં માંસલુબ્ધ સામતે હતા તે બોલ્યા કે, હમણાં માંસની વિશેષ સસ્તાઈ છે. આ વાત અભયકુમારે સાંભળી. એ ઉપરથી એ હિંસક સામતેને બોધ દેવાને તેણે નિશ્ચય કર્યો. સાંજે
For Private And Personal Use Only