________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા
૧૦૯
સ્વભાવને સમાગમ, જેમાંથી એક જ પ્રકારની વર્તનતાને પ્રવાહ નીકળે છે તે, ભાવે એકજ રૂપ હોવાથી ઘણાં માણસો છતાં, અને પરસ્પરનો સહવાસ છતાં તે એકાંતરૂપ જ છે; અને તેવી એકાંત માત્ર સંતસમાગમમાં રહી છે. કદાપિ કોઈ એમ વિચારશે કે, વિષયીમંડળ મળે છે ત્યાં સમભાવ હોવાથી એકાંત કાં ન કહેવી ? તેનું સમાધાન તત્કાળ છે કે તેઓ એક સ્વભાવી દેતા નથી. પરસ્પર સ્વાર્થ બુદ્ધિ અને માયાનું અનુસંધાન હોય છે, અને જ્યાં એ બે કારણથી સમાગમ છે તે એક સ્વભાવી કે નિર્દોષ હોતા નથી. નિર્દોષ અને સમસ્વભાવી સમાગમ તો પરસ્પરથી શાંત મુનીશ્વરોનો છે; તેમજ ધર્મધ્યાનપ્રશસ્ત અ૯પારંભી પુરુષને પણ કેટલેક અંશે છે. જ્યાં સ્વાર્થ અને માયા કપટ જ છે ત્યાં સમસ્વભાવતા નથી અને તે સત્સંગ પણ નથી. સત્સંગથી જે સુખ, આનંદ મળે છે, તે અતિ સ્તુતિપાત્ર છે. જ્યાં શાનાં સુંદર પ્રશ્ન થાય, જ્યાં ઉત્તમ જ્ઞાન, ધ્યાનની સુકથા થાય, જ્યાં સહુનાં ચરિત્ર પર વિચાર બંધાય, જ્યાં તત્ત્વજ્ઞાનના તરગની લહરીઓ છૂટે, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચાય, જ્યાં મેક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય એ સત્સંગ તે મહાદુર્લભ છે. કેઈ એમ કહે કે, સત્સંગમંડળમાં કઈ માયાવી નહિ હોય ? તે તેનું સમાધાન આ છે; જ્યાં માયા અને સ્વાર્થ હોય છે ત્યાં, સત્સંગ જ હેતે નથી. રાજહંસની સભાનો કાગ દેખાવે કદાપિ ન કળાય તો અવશ્ય રાગે કળાશે; મૌન રહ્યો તે મુખમુદ્રાએ કળાશે; પણ તે અંધકારમાં જાય નહીં, તેમજ માયાવીઓ સત્સંગમાં
For Private And Personal Use Only