________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા
એટલેથી એને મહત્તા માનવી જોઈતી નથી. લક્ષ્મી અનેક પાપ વડે કરીને પેદા થાય છે. આવ્યા પછી અભિમાન, બેભાનતા અને મૂઢતા આપે છે. કુટુંબસમુદાયની મહત્તા મેળવવા માટે તેનું પાલણપષાણુ કરવું પડે છે. તે વડે પાપ અને દુઃખ સહન કરવો પડે છે. આપણે ઉપાધિથી પાપ કરી એનું ઉદર ભરવું પડે છે. પુત્રથી કરીને કંઈ શાશ્વત નામ રહેતું નથી. એને માટે થઈને પણ અનેક પ્રકારનાં પાપ અને ઉપાધિ વેઠવી પડે છે, છતાં એથી આપણું મંગળ શું થાય છે? અધિકારથી પરતંત્રતા કે અમલમદ અને એથી જુલમ, અનીતિ, લાંચ તેમજ અન્યાય કરવા પડે છે કે થાય છે; કહો ત્યારે એમાંથી મહત્તા શાની થાય છે? માત્ર પાપજન્ય કર્મની. પાપી કર્મ વડે કરી આત્માની નીચ ગતિ થાય છે; નીચ ગતિ. છે ત્યાં મહત્તા નથી પણ લઘુતા છે.
આત્માની મહત્તા તો સત્યવચન, દયા, ક્ષમા પરોપકાર અને સમતામાં રહી છે. લક્ષ્મી ઈ. એ તો કર્મમહત્તા છે. એમ છતાં લક્ષ્મીથી શાણુ પુરુષે દાન દે છે. ઉત્તમ વિદ્યાશાળાઓ સ્થાપી પરદુઃખ ભંજન થાય છે. એક સ્ત્રીથી કરીને તેમાં માત્ર વૃત્તિ રેકી પરસ્ત્રી તરફ પુત્રીભાવથી જુએ છે. કુટુંબવડે કરીને અમુક સમુદાયનું હિતકામ કરે છે. પુત્રવડે. તેને સંસારભાર આપી પિતે ધર્મમાગમાં પ્રવેશ કરે છે. અધિકારથી ડહાપણવડે આચરણ કરી રાજા પ્રજા બનેનું હિત કરી ધર્મનીતિને પ્રકાશ કરે છે; એમ કરવાથી કેટલીક ખરી મહત્તા પમાય છે; છતાં એ મહત્તા ચક્કસ નથી. મરણભય.
૧ દિ૦ આસ પા–“એક પરણેલી સ્ત્રીમાં જ.”
For Private And Personal Use Only