________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા પિતે વિચક્ષણતાથી વતી સ્ત્રી પુત્રને વિનયી અને ધમ કરે છે.
સઘળા કુટુંબમાં સંપની વૃદ્ધિ કરે છે. આવેલા અતિથિનું યથાયોગ્ય સન્માન કરે છે. યાચકને ક્ષુધાતુર રાખતો નથી. સપુરુષોને સમાગમ અને તેઓને બેધ ધારણ કરે છે. સમર્યાદ, અને સંતેષયુક્ત નિરંતર વતે છે. યથાશક્તિ શાસ્ત્રસંચય જેના ઘરમાં રહ્યો છે. અલ્પ આરંભથી જે વ્યવહાર ચલાવે છે.
આ ગૃહસ્થાવાસ ઉત્તમ ગતિનું કારણ થાય એમ જ્ઞાનીઓ કહે છે.
શિક્ષાપાઠ ૧૩. જિનેશ્વરની ભક્તિ, ભાગ ૧ :–
જિજ્ઞાસુ-વિચક્ષણ સત્ય! કઈ શંકરની, કે બ્રહ્માની, કઈ વિષ્ણુની, કેઈ સૂર્યની, કેઈ અગ્નિની, કઈ ભવાનીની કઈ પિગમ્બરની અને કેઈ ઈસુ ખ્રિસ્તની ભક્તિ કરે છે. એને ભક્તિ કરીને શું આશા રાખતા હશે?
સત્ય—પ્રિય જિજ્ઞાસુ, તે ભાવિક મોક્ષ મેળવવાની પરમ આશાથી એ દેવેને ભજે છે.
જિજ્ઞાસુ–કહે ત્યારે એથી તેઓ ઉત્તમ ગતિ પામે એમ તમારું મત છે?
સત્ય—એની ભક્તિવડે તેઓ મેક્ષ પામે એમ હું કહી શકતો નથી. જેઓને તે પરમેશ્વર કહે છે તેઓ કંઈ
For Private And Personal Use Only