________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૬
મેક્ષમાળા આગમમાં બહુ વિવેકપૂર્વક વર્ણન કર્યું છે. જેમ તું આગળ વિચાર કરતાં શીખતે જઈશ, તેમ પછી હું તને એ વિશેષ તો બેધતે જઈશ.
પુત્ર–પિતાજી, આપે મને ટૂંકામાં પણ બહુ ઉપયોગી અને કલ્યાણમય કહ્યું; હું નિરંતર તે મનન કરતે રહીશ.
શિક્ષાપાઠ ૧૨. ઉત્તમ ગૃહસ્થ:–
સંસારમાં રહ્યા છતાં પણ ઉત્તમ શ્રાવકો ગૃહાશ્રમથી આત્મસાધનને સાધે છે; તેઓને ગૃહાશ્રમ પણ વખણાય છે.
તે ઉત્તમ પુરુષ, સામાયિક, ક્ષમાપના, ચોવિહાર-પ્રત્યાખ્યાન ઈયમ નિયમને સેવે છે.
પર પત્ની ભણું માતુ બહેનની દષ્ટિ રાખે છે. યથાશક્તિ સત્પાત્રે દાન દે છે. શાંત, મધુરી અને કોમળ ભાષા બોલે છે. સન્શાસ્ત્રનું મનન કરે છે.
બને ત્યાંસુધી ઉપજીવિકામાં પણ માયા, કપટ ઈ. કરતે નથી.
સ્ત્રી, પુત્ર, માત, તાત, મુનિ અને ગુરુ એ સઘળાને યથાગ્ય સન્માન આપે છે.
માબાપને ધર્મને બોધ આપે છે.
યત્નાથી ઘરની સ્વચ્છતા, રાંધવું, સીંધવું, શયન ઈ૦ રખાવે છે.
For Private And Personal Use Only