________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોરા વિવિધ અપરાધની કોડી સહીએ, પ્રભુ શરણ આવ્યા તણી લાજ વહીએ, વળી ઘણી ઘણી વિનતિ એમ કહિએ, મુજ માનસ સરે પરમ હંસ રહીએ. Ill
કળશ
એમ કૃપા મૂરત પાર્શ્વસ્વામિ મુગતિગામી ધ્યાઇયે; અતિ ભક્તિ ભાવે વિપત્તિ જાવે, પરમ સંપત્તિ પાઈએ, પ્રભુ મહિમા સાગર ગુણ વૈરાગર, પાર્શ્વ અંતરિક્ષ જે સ્તવે; તસ સકલ મંગલ જય જયારવ, ‘આનંદવર્ધન' વિનવે !! શ્રી મહાવીરસ્વામી ભગવાનના ચૈત્યવંદનો
૧
ત્રીસ વરસ કેવલ પણે, વિચર્યા શ્રી મહાવીર; પાવાપુરી પધારીયા, જિનશાસનના ઇશ. ||૧||
હસ્તિપાલ નૃપરાયની, રજ્જુકા સભા મોઝાર; ચરમ ચોમાસું ત્યાં રહ્યાં, લેઇ અભિગ્રહ સાર. ॥૨॥
કાશી કોશલ દેશના, ઘણા રાય અઢાર; સ્વામી સુણી સૌ આવિયા, વંદનને નિરધાર. ||૩|| સોલ પહોર દીધી દેશના, જાણી લાભ અપાર; દીધી મવિહિત કારણે, પીધી તેહી જ પાર. ॥૪॥
દેવશર્મા બોધન ભણી, ગોચમ ગયા સુજાણ; કાર્તિક અમાવાસ્યા દિને, પ્રભુ પામ્યા નિર્વાણ. Ill
ભાવ ઉધોત ગયો હવે, કરો દ્રવ્ય ઉધોત;
ઇમ કહી રાય સર્વે મલી,
કીધી દીપક જ્યોત. ॥૬॥
૫૫
For Private And Personal Use Only
દીવાલી તિહાંથી થઈ એ, જગમાંહી પ્રસિદ્ધ;
‘પદ્મ' કહે આરાધતાં, લઇએ અવિચલ રિદ્ધ. III ++++++++