________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૬
www. kobatirth.org
૨
પાવાપુરી પધારીઆ, ચરમજિનેશ્વર વીર;
મેરૂ ગિરિસમ ધીરએ, સાયરવર ગંભીર ||૧|| હસ્તિપાળ રાજાતણી, લેખકશાળા જેહ; ચરમ ચોમાસુ સિંહા વસ્યા, ભાંજે ભવિ સંદેહ ॥૨॥ સોળ પહોર દેઈ દેશના, કરી ભવિક ઉપકાર; કારતક અમાવસ્યા નિશા, પામ્યા પ્રભુ નિસ્તાર ॥૩॥ કલ્યાણકવિધિ સાચવે, સુરનર સુરપતિ સાથ; નંદીશ્વર ઉત્સવ કરે, તરવા ભવોદધિ પાય ||૪|| પર્વ દિવાળી એ થયું,
આરાધો ધરી પ્રેમ;
જિન ઉત્તમ પદ પદ્મને, નમતાં અહોનિશ ખેમ IIII
3
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધારથ સૂત વંદીએ, ત્રિશલાનો જાયો; ક્ષશિયકુંડમાં અવતર્યું, સુરનરપતિ ગાયો. ||૧|| મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાય; બોહોંતેર વર્ષનું આઉખું, શ્રીવીરજિનેશ્વરરાય. ॥૨॥ ખીમાવિજય જિનરાજના એ, ઉત્તમ ગુણ અવદાત; સાત બોલથી વર્ણવ્યા, પદ્મવિજય વિખ્યાત. ||૩||
૪
જગનાથ જગદાનંદ જગગુરુ, વિમલ કેવલ ભાસ્કરમ સંસાર સુખકર જગત હિતકર, નમો વીર જિનેશ્વરમ 11911
For Private And Personal Use Only