________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મુનિસુવ્રત ભગવાન મુનિસુવ્રત જિન વીશમાં, કચ્છપનું લંછન; પદ્મા માતા જેહની, સુમિત્ર નૃપ નંદન. ||૧|| રાજગૃહી નગરી ધણી, વીશ ધનુષ શરીર; કર્મ નિકાચિત રેણું વ્રજ, ઉદ્દામ શરીર. ||રા ત્રીશ હજાર વરસા તણું એ, પાલી આયુ ઉદાર; પદ્મવિજય કહે શિવ લહા, શાશ્વત સુખ નિરધાર. llall
(શ્રી નમિનાથ ભગવાનના ચૈત્યવંદન-૨ )
મિથિલા નયરી રાજીયો, વપ્રા સુત સાચો; વિજયરાય સુત છોડીને, અવર મત માચો. lલા નીલકમલ લંછન ભલું. પન્નર ધનુષ્યની દેહ; નમિ જિનવરનું સોહતું ગુણ ગણ મણિગેહ. મરા દશ હજાર વરસ તણું એ, પાલ્યું પરગટ આય; પદ્મવિજય કહે પુણ્યથી, નમીએ તે જિનરાય. lal
સકલ મંગલ કેલિકમલા, મંદિર ગણ સુંદર, વરકનક વર્ણ સુવર્ણપતિ જસ, ચરણ સેવે મનહર; અમરાવતી સમ નચરી મિથિલા, રાજ્ય ભાવ ધુરાધર, પ્રણમામિ શ્રી નમિનાથ જિનવર, ચરણ પંકજ સુખકરં. ગજવાદી ચંદન દેશ પુરધન, ત્યાગ કરી ત્રિભવન ધણી, ત્રણશે અઠ્યાસી કોડી ઉપર, દીયે લખ એશી ગણી; દીનાર જનની જનક નામાંકિત, દીયે ઇચ્છિત જિનવર. પ્રણમામિ રિમા
IIII
For Private And Personal Use Only