________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( શ્રી શાંતિનાથ પ્રભુનાં ચૈત્યવંદનો -પો
શાન્તિ જિનેશ્વર સોળમાં, અચિરાસુત વંદો; વિશ્વસેન કુલ નભોમણિ, ભવિજન સુખ કંદો. I૧] મૃગલંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ; હત્થિણાઉર નગરી ધણી, પ્રભુજી ગુણમણિ ખાણ. IIરા ચાલીશ ધનુષની દેહડીએ, સમચઉરસ સંડાણ; વદન પદ્મ ચંદલો, દીઠે પરમ કલ્યાણ. |3||
શાંતિકરણ શ્રી શાંતિનાથ, જેણે મારી નિવારી; અચિરા કુખે ઉપનો, મૃગલંછન ધારી. ||૧|| ગજપુર રાજા વિશ્વસેન, કુલ મુગટ નગીનો; ચાલીશ ધનુષ પ્રમાણ દેહ, મેં સાહિબ કીનો. પરા સોવન વર્ણ તનુ રાજતો એ, વરસ લાખ જસ આય; માનવિજય વાચક ભણે, જિન નામે સુખ થાય. ll3II
પારાપત ઉગારીયો, જિણે નિજ તનુ સાટે; વરતાવી જેણે જગત શાંતિ, શાન્તિ અભિધા તે માટે વI દુવિધ ચક્રધર જે હુઓ, અચિરાનો નંદન ચંદનથી શીતલ સરસ, ભવતાપ નિકંદન Jરા શાન્તિનાથ જિન સમરતાં એ, સીઝે સઘળા કાજ, રામ કહે જિનરાગણી, લહીએ ભુવન રાજ ||૩||
For Private And Personal Use Only