________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખીર નીર પરે પુદગલ મિશ્રિત, પણ એહથી છે અળગો રે, અનુભવ હંસચંચૂ જે લાગે, તો નવિ દીસે વળગો રે. દર બીજું સ્થાનક “નિત્ય આતમા,” જે અનુભૂત સંભારે રે, બાળકને સ્તનપાન વાસના, પૂરવ ભવ અનુસાર રે; દેવ મનુજ નરકાદિક તેહના, છે અનિત્ય પચિ રે, દ્રવ્ય થકી અવિચલિત અખંડિત, નિજ ગુણ આતમરાય રે. ૬૩ ત્રીજું સ્થાનક “ચેતન ક” કર્મ તણે છે ચોગે રે, કુંભકાર જિમ કુંભ તણો જગ, દંડાદિક સંયોગે રે; નિશ્ચયથી નિજ ગુણનો કર્તા, અનુપચરિત વ્યવહારે રે, દ્રવ્ય કર્મનો નગરાદિકનો, તે ઉપચાર પ્રકારે રે. ૬૪ ચોથું સ્થાનક “ચેતન ભોક્તા' પુણ્ય પાપ ફળ કેરો રે, વ્યવહાર નિશ્ચયનય દુષ્ટ ભુજે નિજ ગુણ નેરો રે; પાંચમું સ્થાનક છે પરમપદ, અચલ અનંત સુખ વાસો રે, આધિ વ્યાધિ તન મનથી લહિએ, તસ અભાવે સુખ ખાસો રે. ૫ છઠું સ્થાનક “મોક્ષ તણો છે, સંજમ જ્ઞાન ઉપાયો' રે, જે સહેજે લહિયે તો સઘળે, કારણ નિષ્ફળ થાચો રે, કહે જ્ઞાનનય જ્ઞાન જ સાચું, તે વિણ જૂહી કરિયા રે, ન લહે રૂપું રૂપું જાણી, છીપ ભણી જે ફિરીચા રે. ૬૬ કહે કિરિયાનચ કિરિયા વિણ જે, જ્ઞાન તેહ શું કરશે રે ? જલ પેસી કર પદ ન હલાવે, તારૂં તે કિમ તરશે રે ? દૂષણ ભૂષણ છે ઇહાં બહુલા, નય એકેકને વાદે રે, સિદ્ધાંતી તે બેહુ પણ સાધે, જ્ઞાનવંત અપ્રમાદે રે. ૬૦ ઇણિ પરે સડસઠ બોલ વિચારી, જે સમકિત આરાહે રે, રાગદ્વેષ ટાળી મન વાળી, તે સમ સુખ અવગાહે રે; જેહનું મન સમકિતમાં નિશ્ચલ, નહી કોઈ તસ તોલે રે, શ્રીનયવિજય વિબુધ પય સેવક, વાયક જય બોલે રે. ૬૮
For Private And Personal Use Only