________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢિાળ) ત્રીજી ભાવના રે સમકિત પીઠ જો દૃઢ સહી, તો મોટો રે ધર્મ પ્રાસાદ ડગે નહી; પાયે ખોટે રે મોટે મંડાણ ન શોભીયે, તેણે કારણ રે સમકિતશું ચિત્ત શોભીયે. પ૮
ત્રિોટકછંદ) ચોભીયે ચિત્ત નિત એમ ભાવી, ચોથી ભાવના ભાવિર્યું, સમકિત નિધાન સમસ્ત ગુણનું, એહવું મન લાવિયે; તે વિના છૂટા રત્ન સરિખા, મૂલ ઉત્તર ગુણ સવે, કિમ રહે તાકે જેહ હરવા, ચોર જોર ભવે ભવે. ૫૯
(ઢાળ) ભાવો પાંચમી રે ભાવના શમ દમ સાર રે, પૃથ્વી પરે રે સમકિત તસ આધાર રે; છઠ્ઠી ભાવના રે સમકિત ભાજન જો મળે, શ્રત શીલનો રે તો રસ તેહથી નવિ ઢળે ૬૦
ત્રિોટકછંદ) નવિ ઢળે સમકિત ભાવના રસ, અમિચ સમ સંવર તણો, ષટુ ભાવના એ કહી એહમાં, કરો આદર અતિ ઘણો; ઇમ ભાવતાં પરમાર્થ જલનિધિ, હોચ નિત્ય ઝકઝોલ એ, ધન પવન પુણ્ય પ્રમાણ પ્રગટે,ચિદાનંદ કિલ્લોલ એ. ૧
ઢાળ ૧૨-મી (રાગ-આતમ ભક્તિ મલ્યો કેઇ દેવા) ઠરે જિહાં સમકિત તે થાનક તેહના ષટવિધ કહિયે રે, તિહાં પહેલું સ્થાનક છે ચેતન, લક્ષણ આતમ લહિયે રે,
For Private And Personal Use Only