________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માલ રહે ઘર સી વો રે પોળે વળાવીકંથ, સ્વજન વળે સમશાનથી રે, પ્રાણ ચલે પરપંથ રે. પ્રાણી- ૨ સ્વારથીયો મેળાવડો રે, સ્વજન કુટુંબ સમુદાય, સુખદુ:ખ સહે જીવ એકલો રે, કૂળમાં નહી વહેંચાય રે. પ્રાણી૩ પ્રાણ ભોગ લખ આપીને રે, વસુમતિ કરી નિજ હાથ, ચક્રી-હરિ ગયા એકલા રે, પૃથ્વી ન ગઈ તસ સાથ રે. પ્રાણી ૪ લખપતિ છત્રપતિ સો ગયા રે, રિદ્ધિ ન ગઈ તસ સાથ, હાક સુણી જન થરથરે રે, તે ગયા ઠાલે હાથ રે. પ્રાણી ૫ અભિમાની રાવણ ગયો રે, જગ જશ લેઈ ગયો રામ, આખર જાવું એકલું રે, અવસર પહોંચે જામ રે. પ્રાણી. ૬ એ કાકીપણું આદર્યું રે, મૂકયું મિશિલા રાજ, વલય દૃષ્ટાંતે બૂઝીયો રે, ત્યાગી થયો નમિ રાજ રે. પ્રાણી છે
( ૨૦૨ અન્યત્વભાવનાની સઝાય)
(રાગ - શ્રીજીનવરને પ્રગટ થયુ) પાંચમી ભાવના ભાવીયે રે, જીવ અન્યત્વ વિચાર; આપ સ્વાર્થી એ સહુ રે, મળીચો તુજ પરિવાર. સંવેગી સુંદર બઝ, મા મુંઝ ગમાર; તારું કો નહીં ઇણ સંસાર , તું કેહનો નહી નિરધાર. સં. ૧ પંથ શિરે પંથી મળ્યા રે, કીજે કિણહીશું પ્રેમ, રાતિ વસે પ્રહ ઊઠી ચલે રે, નેહ નિર્વાહ કેમ ? સં. ૨ જિમ મેળો તીરથે મળે રે, જન જન વણજની ચાહ; કે બોટો કે ફાયદો રે, લઇ લેઇ નિજ ઘર જાય. સં૦ ૩ જિહાં કારજ જેહનાં સરે રે, તિહાં લગે દાખે નેહ; સૂરિકાંતા નારી પરે રે, છટકી દેખાડે છેહ સં૦ ૪ ચૂલણી અંગજ મારવા રે, ફૂડ કરે જતુગેહ; ભરત બાહબલી ઝઝીયા રે, જે જે નિજના નેહ. સં. ૫
For Private And Personal Use Only