________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધન્ય અનિકાસુતો ભાવના ભાવતાં, કેવલી સુરનદીમાંહે સિદધો; ભાવના સુરલતા જેણે મન રોપવી, તેણે શિવનારી પરિવાર રૂધ્ધો. મુંઝ૦ ૦
(૨૦૦ અશરણ ભાવનાની સઝાયો કો નવિ શરણં કો નવિ શરણં, મરતાં કોઇને પ્રાણી રે, બ્રહ્મદત્ત મરતો નવિ રાખ્યો, જસ હય ગય બહુરાણી રે.
તસ નવનિધિ ધન ખાણી રે કો નવિ૦ ૧ માતપિતાદિક ટગમગ જોતાં, યમ લે જનને તાણી રે, મરણ થકી સૂરપતિ નવિ છૂટે, નવિ છૂટે ઇન્દ્રાણી રે. કો નવિ૦ ૨ હચ ગચ પચ રથ કોડે વિટયા, રહે નિતરાણા રાય રે, બહુ ઉપાય તે જીવન કાજે, કરતાં અશરણ જાય રે. કો નવિ. ૩ મરણ ભીતિથી કદાચિત જીવો, જો પેસે પાચાલે રે, ગિરિ દરિ વન અંબુધિમાં જાવે, તો ભી હરિએ કાળે રે. કો નવિ. ૪ અષ્ટાપદ જેણે બળે ઉપાડ્યો, સો દશમુખ સંહરીયો રે, કો જગ ધર્મ વિના નવિ તરીયો, પપે કો નવિ તરીચો રે. કો નવિ. ૫ અશરણ અનાશ જીવજીવન, શાંતિનાથ જગ જાણો રે, પારેવો જેણે શરણે રાખ્યો, મુનિ તસ ચરિત્તે વખાણ્યો રે કો નવિ૦ ૬ મેઘકુમાર જીવ ગજગતિમાં, સસલો શરણે રાખ્યો રે, વીર પાસે જેણે ભવભય કચર્યો, તપ સંયમ કરી નાખ્યો રે. કો નવિ છે મત્સ્યપરે રોગે તડફડતો, કોણે નવિ સુખી કરીયો રે, અશરણ અનાથ ભાવના ભરીયો, અનાથી મુનિ નિસરિયો રે. કો નવિ. ૮
( ૨૦૧ એકત્વભાવનાની સજઝાયી
(રાગ - પુણ્ય સંયોગે પામીઓજી) આવ્યો પ્રાણી એકલો રે, પરભવ એકલો જાય, પચ પાપ સાથે ચલે રે, સ્વજન ના સાથી થાય રે; પ્રાણી ! ધર જિનધર્મનું રંગ, પામો સુખ અભંગ રે, પ્રાણી. ૧
For Private And Personal Use Only