________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦ સંગતની સઝાયો
લોટું લાલ બને અગ્નિ સંગથી, એતો રાતું રહે ક્ષણવાર, નીકળે જો બહાર,સંગત એને શું કરે?, જેનુ અંતર જાણો કઠોર, સંગત એને શું કરે ?. બારે મેઘ વરસે બહુ જોરથી, પણ મગરોલીયો ન ભીંજાય,
બીજા ગળી જાય. સંગત ૦ ૨ દૂધસાકર ઘીથી સીંચો સદા, પણ લીંબડાની કડવાશ ન જાય.
મધુર નવિ થાય સંગત ૦ ૩ ચંદન વૃક્ષના મૂલે વસી રહ્યો, પણ ફણીધરે છોડ્યો ન સ્વભાવ,
જાણ્યો ન પ્રભાવ. સંગત. ૪ પાણીમાંહે પડ્યો રહે સદા, કાલમિટ તણું એવું જોર,
ભીજાય ન કોર. સંગત ૦ ૫ આંધણ ઉકળતાં માંહે ઓરીચે, પણ કોરડું તે ના રંધાય,
બીજા ચઢી જાય. સંગત ૦ ૬ સો મણ સાબૂએ સાફ કર્યા છતાં, કોલસાની કાળાશ ના જાય,
ઉજવલ નવિ થાય સંગત છે ખરને નિર્મલ જલે નવરાવીએ, પણ રાખ દેખી તત્કાલ,
ઘરે બહુ વ્હાલ. સંગત. ૮ કાળા રંગનું કપડું લઈ કદી, રાતા રંગમાં બોળે ઝબોળ,
મટે નહીં ડોળ. સંગત ૦ ૯ ઝરમર ઝરમર મેહુલો વરસી રહ્યો, વનસ્પતિઓ લીલી થાય,
પણ જવાસો સૂકાચ. સંગત૧૦ કાગે હંસ તણી સોબત કરી, પણ ચૂક્યો ના પોતાનું ચરિત્ર,
જે જે એની રીત. સંગત૦ ૧૧
For Private And Personal Use Only