________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહેલે દિન ચંડાલણી કહી, બીજે દિન બ્રહ્મઘાતીની સહી; ત્રીજે દિન ધોબણ સમ જાણ, ચોરો શુદ્ધ હોય ગુણ ખાણ. ૫ હતુવંતી કરે ઘરનું કામ, ખાંડણ પીસણ રાંધણ કામ; તે અને પ્રતિલાવ્યા મુનિ, સદ્ગતિ સઘળી પોતે હણી. ૬ તેહ જ અન્ન ભતદિક જમે, તેણે પાપે ધન દૂરે ગમે; અન્ન સ્વાદ ન હોય લવલેશ, શુભ કરણી જાયે પરદેશ. ૭ પાપડ વડી ખેરાદિક સ્વાદ, તુવંતી સંગતિથી લાદ; ભૂંડણ ભુંડણ ને સાપિણી, પરભવે તે થાય પાપિણી. ૮ હતુવંતી ઘરે પાણી ભરે, તે પાણી દેરાસર ચડે; બોધિબીજ નવિ પામે કિમે, આશાતનાથી બહુ ભવ ભમે. ૯ અસક્ઝાચમાં જમવા ધસે, વિચે બેસીને મનમાં હસે; પોતે સર્વે અભડાવી જમે, તેણે પાપે દુર્ગતિ દુઃખ ખમે. ૧૦ સામાયિક પડિક્કમણું ધ્યાન, અસઝાઈએ નવિ સુઝે દાન; અસઝાઈએ જે પુરુષ આભડે, તેણે ફરસે રોગાદિક નડે. ૧૧ હતુવંતી એક જિનવર નમી, તેણે કર્મે તે બહુ ભવ ભમી; ચંડાલણી થઈ તે વલી, જિન આશાતના તેહને ફલી. ૧૨ એમ જાણી ચોખાઈ ભજો, અવિધિ આશાતના દૂરે તજો; જિનશાસન કિરિયા અનુસરો, જિમ ભવસાયર વહેલા તરો. ૧૩ શ્રદ્ધાળુ સેવા વિધિ સાર, અનુષ્ઠાન નિજ શક્તિ અપાર; દ્રવ્યાદિક દૂષણ પરિહરો, પક્ષપાત પણ તેહનો કરો. ૧૪ ધન્ય પુરુષને હોય વિધિજીગ, વિધિ પક્ષારાધક સવિ ભોગ; વિધિ બહુમાની ધન્ય જે નરા, તેમ વિધિપક્ષ અદૂષક ખરા. ૧૫ આસન સિદ્ધિ તે હોવે જીવ, વિધિ પરિણામી હોય તસ પ્રીત; અવિધિ આશાતના જે પરિહરે, ન્યાય શિવ લચ્છી તસ વરે. ૧૬
For Private And Personal Use Only