________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર પાંચ સાહેલી ભેગી મળીને, હીલમીલ પાણી જાય; તાળી દિયે ખડ ખડ હસે રે, વાંકુ ચિત્તડું ગાગરીયા માય મનાજી૦ ૨ નટવ નાચે ચોકમાં રે લખ આવે લખ જાય; વંસ ચઢી નાટક કરે રે, વાંકું ચિત્તડું દોરડીયા માય. મનાજી૦ ૩ સોની સોનાના ઘાટ ઘડે રે, વળી ઘડે રૂપાના ઘાટ; ઘાટ ઘડે મન રીઝવે રે, વાંકું ચિત્તડું સોનેચા માય. મનાજી૪ જુગટીયા મન જુગટું રે, કામિને મન કામ; આનંદધન એમ વિનવે રે, એસો પ્રભુકો પર ધ્યાન. મનાજી ૫
૧૯૪ મનની સઝાયો ક્યાં કરું મન સ્થિર નહીં રહતા, અધર ફીરે મન મેરા રે; ચહ મનકો બેરબેર સમજાયા, સમજ સમજ મન મેરા રે. ૧ બેઠ કહું તો ઉઠ ચલત હૈ, મન દોડે મન ધીરા રે; પાઉ પલક મન સ્થિર નહીં રહેતા, કોણ પનીયારા મન મેરા રે. ૨ કુડ કપટ મહા વિષ ભરીયો, પરનારી સંગ કેરા રે; ભવભવમાં જીવ કાલ ભટકતો, ફોગટ ફરીચા ફેરા રે. ૩ કુટુંબ કબીલા માલ ખજાના, ઇસમેં નહિ કોઈ તેરા રે; સાંજ ભઈ જબ ઉઠ ચલેગા, જંગલ હોગા ડેરા રે. ૪ કહત આનંદધન મન સમજાયા, મન કાયર મન સુરા રે; મનકા ખેલ અજબકા પ્યાલા, પીવે સો પાવન હારા રે. ૫
૧૫ મુરખાની (જીવનગાડીની) સઝાયો મુરખો ગાડી દેખી મલકાએ, ઉંમર તારી રેલ તણી પરે જાએ, સંસાર રૂપી ગાડી બનાવી, રાગ દ્વેષ દોનું પાટા, દેહ ડબ્બાને પળ પળ ઈંડા, એમ ફરે આઉખાનાં આંટા. મુરખો. ૧
For Private And Personal Use Only