________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ ભજનનન+નનન+
૧૮૯ મોક્ષની સઝાયો મોક્ષનગર મારું સાસરું અવિચલ સદા સુખવાસ રે; આપણા જિનવર ભેટીયે, તિહાં કરો લીલ વિલાસ રે. મો૧ જ્ઞાન દર્શન આપ્યા આવીયા, કરો કરો ભક્તિ અપાર રે; શીયળ શણગાર પહેરો શોભતાં, ઉઠી ઉઠી જિન સમરંત રે. મો૨ વિવેક સોવન ટીલું તપ તપે, જીવદયા કુમકુમ રોલ રે; સમકિત કાજલ નયણરો, સાચું સાચું વચન તંબોલ રે. મો. ૩ સમતા વાટ સોહામણી, ચારિત્ર વેલ જડાવ રે; તપ જપ બળદ ધોરી જોતરો, ભાવના ભાવો રસાળ રે. મો. ૪ કારમું સાસરું પરિહરો, ચેતો ચેતો ચતુર સુજાણ રે; જ્ઞાનવિમળ મુનિ બમ ભણે, તિહાં છે મુગતિનું ઠામ રે. મો. ૫
૧૯૦ આગમ આશાતનાની સઝાયો
(રાગ - વીરકુંવરની વાતડી કેને કહિયે આગમની આશાતના નવિ કરીએ, હારે નવિ કરીએ રે નવિ કરીએ; હારે શ્રુતભક્તિ સદા અનુસરીયે, હારે શક્તિ અનુસાર, આo ૧ જ્ઞાનવિરાધક પ્રાણિયા મતિહીના, હારે તે તો પરભવ દુઃખીયા દીના; હારે ભરે પેટ તે પર આધીના, હારે નીચ કુળ અવતાર. આ૦ ૨ અંધા લૂલા પાંગુલા પિંડ રોગી. હારે જન્મ્યા ને માત વિયોગી; હારે સંતાપ ઘણો ને શોગી, હારે યોગી અવતાર. આ૦ ૩ મૂંગા ને વળી બોબડા ધન હીના, હારે પ્રિયા પુત્ર વિયોગે લીના; હારે મૂરખ અવિવેકે ભીના, હારે જાણે રણનું રોઝ. આ૦૪ જ્ઞાનતણી આશાતના કરી દૂરે, હારે જિનભક્તિ કરો ભરપૂરે; હારે રહો શ્રી શુભવીર હજીરે, હારે સુખમાંહે મગન્ન. આપ
-
-
-
For Private And Personal Use Only