________________
Shri Mahavir Jain Aradhana Kendra
da
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
***
૧૮૪ શ્રી પડિક્કમણાની સઝાય
(રાગ-શમદમ ગુણના આગરૂજી) કર પડિક્કમણું ભાવશુંજી, સમભાવે ચિત્ત લાય; અવિધિ દોષ જો સેવશોજી, તો નહિ પાતક જાય,
ચેતનજી ! એમ કેમ તરશોજી. ૧
સામાયિકમાં સામટીજી, નિદ્રા નચણે ભરાય; વિકથા કરતા પારકીજી, અતિ ઉલ્લસિત મન થાય. ચેતનજી૦ ૨ કાઉસ્સગ્ગમાં ઉભા થકા, કરતાં દુઃખે રે પાય; નાટક પ્રેક્ષણ જોવતાંજી, ઉભા રયણી
જાય. ચેતનજી૦ ૩
સંવરમાં મન નવિ રૂગ્રેજી, આશ્રવમાં હુંશિયાર; સૂત્ર સુણે નહિ શુભ મનેજી, વાત સુણે ધરી પ્યાર. ચેતનજી૦ ૪ સાધુજનથી વેગળોજી, નીચશું ધારે નેહ;
ટ કરે ક્રોડો ગમેજી, ધર્મમાં ધ્રુજે દેહ. ચેતનજી૦ ૫ ધર્મની વેળા નવિ દીએજી, ફૂટી કોડી રે એક; રાજાએ રૂંધ્યો થકોજી, ખૂણે ગણી દીએ છેક. ચેતનજી૦ ૬
જિનપૂજા ગુરુ વંદનાજી, સામાયિક પચ્ચક્ખાણ; નવકારવાલી નવિ રૂચેજી, કરે મન આર્તધ્યાન, ચેતનજી॰ છ
ક્ષમા-દયા મન આણીયેજી, કરીયે વ્રત પચ્ચક્ખાણ; ધરીયે મનમાંહિ સદાજી, ધર્મ-શુક્લ દોય ધ્યાન. ચેતનજી૦ ૮
શુદ્ધ મને આરાધશોજી, જો ગુરુના પદપદ્મ; રૂપવિજય કહે પામશોજી, તો સુર શિવસુખ સન્મ. ચેતનજી ૯ ૧૮૫ શ્રી પડિમણાના ફલની સજ્ઝાય
ગોયમ પૂછે શ્રી મહાવીરને રે, ભાખો ભાખો પ્રભુજી સંબંધ રે; પ્રતિક્રમણથી શું ફલ પામીયે રે, શું શું થાયે પ્રાણીને બંધ રે. ગો૦ ૧ ++++++++++
For Private And Personal Use Only