________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- '
- -
-
-
-
- -
૧૮૨ સાધુમહિમાની સઝાયો અવધૂ નિરપક્ષ વિરલા કોઈ દેખ્યા જગત સહુ જોઈ. સમરસ ભાવ ભલા ચિત્ત જાકે, થાપ ઉત્પાપ ન હોઈ; અવિનાશી કે ઘરકી બાતાં, જાનેંગે નર સોઈ. અવ૦ ૧ રાય રંકમેં ભેદ ન જાણે, કનક ઉપલ સમ લેખે; નારી નાગણીનો નહી પરિચય, તે શિવમંદિર દેખે. અવ૦ ૨ નિંદા સ્તુતિ શ્રવણ સુણીને, હર્ષ શોક નવિ આણે; તે જગમેં જોગીસર પૂરા, નિત્ય ચટતે ગુણઠાણે. અવ૦ ૩ ચંદ્ર સમાન સૌમ્યતા જાકી, સાયર સમ ગંભીર; અપ્રમત્ત ભાખંડ પરે નિત્ય, સુરગિરિ સમ શુચિ ધીરા. અવ૦ ૪ 1 પંકજ નામ ધરાય પંકશે, રહત કમળ જ્ય ન્યારા; ચિદાનંદ એસા જન ઉત્તમ, સો સાહિબ કા પ્યારા. અવ૦ ૫
(૧૮૩ ધર્મદ્રઢતાની સઝાયો
જુઓ રે જુઓ જેનો કેવા વ્રતધારી, કેવા વ્રતધારી આગે થયા નરનારી રે; થયા નરનારી તેને વંદના હમારી. વંદના હમારી તેને વંદના હમારી ૧ જુઓ જુઓ જંબુસ્વામી, બાળ વયે બોધ પામી; તજી ભોગ રિદ્ધિ જેણે, તજી આઠ નારી. ૨ ગજસુકુમાલ મુનિ, ધખે શિર પર ધૂણી; અડગ રહ્યા તે ધ્યાને, ડગ્યા ના લગારી. ૩ કોશ્યાના મંદિર મધ્યે, રહ્યા મુનિ સ્થૂલીભદ્ર વેશ્યા સંગ વાસો તોયે, થયા ના વિકારી. ૪ સતી તે રાજુલ નારી, જગમાં ન જોડી એની; પતિવ્રતા કાજે કન્યા, રહી તે કુંવારી. ૫ જનક સુતા તે સીતા, બાર વર્ષ વનમાં વીત્યા; ઘણું કષ્ટ વેડ્યું તોયે, ડગ્યા ના લગારી. ૬ ધન્ય ધન્ય નરનારી, એવી દૃઢ ટેક ધારી; જીવિત સુધાર્યું જેણે, પામ્યા ભવ પારી. છે એવું જાણી સુજ્ઞજનો, એવા ઉત્તમ આપ બનો; વીરવિજય ધર્મ પ્રેમ, દીએ ગતિ સારી. ૮
કરો -
- -
-
For Private And Personal Use Only