________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંભળો ગોયમ જે કહું પુન્યથી રે, કરણી કરતાં પુજનો બંધ રે; પુન્યથી બીજો અધિકો કો નહિ રે, જેથી થાયે સુખ સંબંધ રે. ગો૨ ઇચ્છા પડિક્કમણું કરી પામીએ રે, પ્રાણી પુન્યનો બંધ રે; પુન્યની કરણી જે ઉવેખશે રે, પરભવ થાશે અંધોઅંધ રે. ગો. ૩ પાંચ હજાર ઉપર પાંચશે રે, દ્રવ્ય ખરચી લખાવે જેહ રે; જીવાભિગમ ભગવાઈ પન્નવણા રે, મૂકે ભંડારે પુન્યની રેહ રે. ગો. ૪ પાંચ હજાર ઉપર પાંચશે રે, ગાયો ગર્ભવતી જેહ રે; તેહને અભયદાન દેતાં થકાં રે, મુહપત્તિ આપ્યાનું પુન્ય એહ રે. ગો. ૫ દસ હજાર ગોકુલ ગાયો તણી રે, એકે કો દશ હજાર પ્રમાણ રે; તેહને અભયદાન દેતાં થકાં રે, ઉપજે પ્રાણીને નિરવાણ રે. ગો૬ તેથી અધિકું ઉત્તમ ફળ પામીએ રે, પરને ઉપદેશ દીધાનું જાણ રે; ઉપદેશ થકી સંસારી તરે રે, ઉપદેશે પામે પરિમલ નાણ રે. ગો. ૭ શ્રી જિનમંદિર અભિનવ શોભતાં રે, શિખરનું ખરચ કરાવે જેહ રે; એકે કો મંડપ બાવન ચેત્યનો રે, ચરવળો આપ્યાનું પુન્ય એહ રે. ગો૦ ૮ માસખમણની તપસ્યા કરે રે, અથવા પંજર કરાવે જેહ રે; એહવા કોડ પંજર કરતાં થકાં રે, કાંબળીયું આપ્યાનું ફળ એહ રે. ગો. ૯ સહસ એક્યાસી દાનશાળા તણો રે, ઉપજે પ્રાણીને પુન્યનો બંધ રે; સ્વામી સંઘાતે ગુરુ સ્થાનકે રે, પ્રવેશે થાએ પુન્યનો બંધ રે ગો. ૧૦ શ્રી જિનપ્રતિમા સોવનમય કરે રે, સહસ અડ્યાસી પ્રમાણ રે; એકેકી પ્રતિમા પાંચશે ધનુષ્યની રે, ઇરિયાવહી પડિક્કમતા ફલ જાણ રે. ગો. ૧૧ આવશ્યક પન્નવણા જગતે ગ્રંથમાં રે, ભાખ્યો એ પડિક્ષ્મણાનો સબંધ રે, જીવા ભગવઈ આવશ્યક જોઇને રે, રવમુખ ભાખે વીરજિણંદ રે. ગો. ૧૨ વાચક જસ કહે શ્રદ્ધા ધરો રે, પાળે શુદ્ધ પડિક્કમણાનો વ્યવહાર રે; અનુત્તર સમ સુખ પામે મોટકું રે, પામશે ભવિજન ભવજલ પાર રે. ગો. ૧૩
For Private And Personal Use Only