________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નંદિપેણ મોટા અણગાર, લબ્ધિવંત ને પૂરવધાર; સહબ બેતાલીસ એકસો નવાણું, પ્રતિબોધ્યા દેશનાથી જાણું. ૮ ક્ષમાવંત માંહી જે લીહ, ગજસુકુમાલ મુનિ માંહિ સિંહ; સસરે શિર બાંધી માટીની પાળ, ભરીયા રીસ કરી અંગાર, ૯ બાળી કર્મને અંતગડ થયા, કીર્તિધર સુકોશલ વલી લહ્યા; વાઘણ કેરા સહી ઉપસર્ગ, બાલ્યા સઘળા કર્મના વર્ગ. ૧૦ બંધક સૂરીનાં પાંચસે શિષ્ય, ઘાણી ઘાલ્યા પણ ન લહી રીત; થયા અંતગડ જે કેવલી, મુક્તિ ગયા પહોંન્ચા મન રૂલી. ૧૧ અહંકારી ને કેવલ લીધ, બાહુબલી અભિમાન પ્રસિદ્ધ લેઈ ચારિત્ર નૃપ દશાર્ણ ભદ્ર, પાચ લગાડ્યો જેણે ઇન્દ્ર. ૧૨ પનર સયા ત્રણ ગીતમ શિષ્ય, તાપસ સ્ટષીને દીધી દીખ; કવલ ભરતા કેવલ લહ્યાં, દુઃખ માત્ર જેણે નવિ સહ્યા. ૧૩ ભરત ભૂપની મતિ નિરમલી, આરિસા ઘરે જે કેવલી; સુખે સુખે જેણે લહીયું મોક્ષ, તે જિન શાસનનો રસ પોષ. ૧૪ મમતા તજી નિરાસક્તિ ભજે, તે હળુકર્મી જીવ શિવ ભજે; રાયે હળ ઉપરી જે નીમીયો, આવ્યો ભાતે અંતરાય કીયો. ૧૫ પનરસે જીવને કર્યો અંતરાય, બાંધત કર્મ પુરા બહુ ભવ થાય; અનુક્રમે કૃષણ તણો સુત શાચ, ટંટણ નામે દંટણા માય. ૧૬ નેમ હાથે જેણે સંચમ લીધો, પૂર્વ કર્મે અભિગ્રહ કીધો; અન્નદિક વિણ રહ્યા છ માસ કેવલ પામ્યા પહોંચી આશ. ૧૦ ઈમ જિનશાસનમાં થયાં અનેક, અમદમ સંયમ તપે વિવેક; તે મુનિવરના સેવો ચરણ, જિમ તુમે છુટો જન્મ મરણ. ૧૮ નામ સમરતાં કોડી કલ્યાણ, જે ભણે પ્રહ ઉગમતે ભાણ; ધીરવિમલ કવિરાચ પસાય, નવિમલ કવિ ભણે સજઝાય. ૧૯
For Private And Personal Use Only