________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્ર સંભૂતિ ને વળી હરિકેશી, હાંરે અનાથી મુનિ શુભલેશી; હાંરે ગૌતમ ગણધર વળી કેશી, હાંરે બેહના અણગાર શ્રી મુનિ..૬ દશચક્રી પ્રત્યેક બુદ્ધને જગ જાણે, હાંરે નમિરાજને ઇન્દ્ર સન્માણે; હાંરે ઉત્તરાધ્યયને તે વખાણે, હાંરે શ્રી દશારણભદ્ર શ્રી મુનિ..૦ છવ્વીશ કોટી ઝાઝેરા અઢીદ્વીપે, હાંરે તપ સંજમ ગુણથી દીપે; હાંરે ચાર સોળ પચીશને જીપે, હાંરે કીજે ગુણગ્રામ. શ્રી મુનિ..૮ દીપવિજય કવિરાજના ગુણ ગાવો, હાંરે ગુણ ગાઈને ભાવના ભાવો; હાંરે ગાતા પરમ મહોદય પાવો, હાંરે માનવભવ સાર. શ્રી મુનિ..૯
૧૮૦ સાધુ સમુદાયની સઝાયો (રાગ - રઘુપતિ રાધવ) (રાગ-આદિ જિનેશ્વર પાચ પ્રણમે છે) પ્રણમુ શાશનપતિ શ્રી વીર, લબ્ધિવંત ગૌતમ ગણિ ધીર; જિનશાસનમાં જે મહાશૂર, નામ લેઉ તસ ઉગતે સૂર. ૧ નેમિનાથ જિન બાવીશમાં,વિકટ કામકટક જેણે દા; તજી નારી પશુ ઉગારીયા, જઈ રૈવતગિરિ ચઢી તરીચા. ૨ સ્યુલીભદ્રની મોટી મામ, રાખ્યું ચોરાશી ચોવીશી નામ; કામ ગેહ કોશ્યા બની ધમ, શાપી કીધી ઉત્તમ કર્મી. ૩ કંચન ફોડી નવાણું છોડી, નારી આઠ તણો નેહ તોડી; સોલ વરસે સંયમ લીધ, જંબૂ સ્વામી રાયા સુપ્રસિદ્ધ. ૪ કપિલા-અભચા બેઉ સુંદરી, કામકદના બહુ પરે કરી; શૂલી ફીટી સિંહાસન થયો, શેઠ સુદર્શન જગમાં જોયો. ૫ દેખી નટવી લાગ્યો મોહ, રાય દુર્બુદ્ધિ ન તજે લોહ; મુનિ દેખી અનિત્યભાવનાએ સિદ્ધ, પુત્ર ઇલાચી કેવલ લીધ. ૬
ધન્ના શાલીભદ્રના અવદાત્ત, રમણી બુદ્ધિ સુખના સુગાત; કેટલાં કીજે તાસ વખાણ, પાખ્યા સવર્ણ સિદ્ધ વિમાન. ૦
For Private And Personal Use Only