________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
****
*+*** ૫૦૩
પૂરવ કોડિ ચરમ ગુણે, ભાવ્યો છે આતમા જેણે રે; ક્રોધ વિવશ હતાં દોય ઘડી, હારે સવિ ફળ તેણે રે. પાપ૦ ૩ બાળે તે આશ્રમ આપણો, ભજના અન્યને દાહે રે; ક્રોધ કૃશાનું સમાન છે, ટાળે પ્રશમ પ્રવાહે રે. પાપ૦ ૪
આક્રોશ-તર્જના-ઘાતના, ધર્મÇશને ભાવે રે; અગ્રિમ અગ્રિમ વિરહથી, લાભ તે શુદ્ધ સ્વભાવે રે. પાપ૦ ૫ ન હોય ને હોય તો ચિર નહિ, ચિર રહે તો ફલ છેહો રે; સજ્જન ક્રોધ તે એહવો, જેહો દુરજન નેહો રે.પાપ૦ ૬ ક્રોધી મુર્ખ કટું બોલણા, કંટકીઆ કુટ સાખી રે; અદીઠ્ઠ કલ્યાણકરા કહ્યાં, દોષ તરૂં શત શાખી રે. પાપ૦
કુરગડું ચઉતપ કરા, ચરિત સુણી શમ આણો રે; ઉપશમ સાર છે પ્રવચને, સુજશ વચન એ પ્રમાણો રે. પાપ૦ ૮ ૧૫૫ ક્રોધની સઝાય
(રાગ-સાંભળજો મુનિ સંજમ રાગે)
ક્રોધ ન કરીએ ભલા પ્રાણી, ક્રોધે દુરગતિ ખાણી રે;
ક્રોધે તપ જપ હોયે હાણી, ઇમ વદે જિનવાણી રે. ક્રો૦ ૧
ક્રોધે દૂરે શિવ પટરાણી, જાયે જિમ રીસાણી રે; ક્રોધ ચંડાલતણી નિસાણી,કાય લતા કુમલાણી રે. ક્રો૦ ૨
ક્રોધે નવલાં વેર બંધાયે, પ્રેમ પૂરવલો જાય રે; ક્રોધે નવલી પ્રીતિ ન થાયે, ક્રોધે આપ મરાય રે. ક્રો૦ ૩
આપ તપે પરને સંતાપે, જે નર ક્રોધે વ્યાપે રે; ક્રોધે નરનારીને શ્રાપે, પિંડ ભરાયે પાપે રે.ક્રો ૪
ક્રોધ લજ્જાના તંતુને ત્રોડે, પુણ્ય તરુવર મોડે રે; સદ્ગતિ કેરાં સુખ સંકોડે, દુરગતિ સામો દોડે રે. ક્રો૦ ૫ *******************
For Private And Personal Use Only