________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેડી મંદિર માલ ખજાના, પડ્યા રહેશે ઘરબાર. પ્રા. ૨ આ રે કાચાનો ગર્વ ન કરશો, અંતે થવાની છે રાખ. પ્રા. ૩ યુવતિ સને રાચ મા જરીયે, ખોટો બધો છે આ ખેલ. પ્રા. ૪ ચાર ગતિમાં જીવ તું ભમીચો, પંચમી ગતિ સંભાળ. પ્રા. ૫ તન ધન જોબન તે નથી તારા, અંતે માટીમાં મળનાર. પ્રા. ૬ મારું મારું કરી દાન ન દીધું, સાથે આવે ના તલભાર. પ્રા૦ ૦ રાયપ્રદેશી રાજ્યમાં ખુંચ્યો,ગુરુ સંગત જુવો સાર. પ્રા. ૮ ગુરુ ઉપદેશથી રાજ્ય પ્રદેશ, પામશે મોક્ષ દુવાર પ્રા. ૯ શ્રેણિક રાજા સમકિત પામ્યા, ગુરુ અનાથી મુનિરાય. પ્રા. ૧૦ જ્ઞાનવિમલ કહે સત્સંગનું ફલ, રત્નચિંતામણી ભાઈ. પ્રા. ૧૧
પાપસ્થાનકની સઝાયો)
વિપ૩ ક્રોધની સઝાયો કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે, રીસાણો રસ જાણીએ, હળાહળ તોલે. ૧ ક્રોધે કોડ પૂરલતાણું, સંયમફળ જાય; ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય. ૨ સાધુ ઘણો તપીચો હતો, ધરતો મને વૈરાગ; શિષ્યના ક્રોધ થકી થયો, અંકોશીયો નાગ. ૩ આગ ઉઠે જે ઘરકી, તે પહેલું ઘર બાળ; જળનો જોગ જો નવિ મળે તો, પાસેનું પરજાળે. ૪ ક્રોધdeણી ગતિ એકવી, કહે કેવળનાણી; હાણ કરે જે હિતની, જાળવજો એમ જાણી. પ ઉદયરત્ન કહે ક્રોધને કાઢજો ગળે ચાહી; કાયા કરજો નિર્મળી, ઉપશમરસે નાહી. ૬
૧૫૪ ક્રોધની સઝાય) ક્રોધ તે બોધ નિરોધ છે, ક્રોધ તે સંચમઘાતી રે; ક્રોધ તે નરકનું બારણું, ક્રોધ દુરિત પક્ષપાતી રે. પાપ૦ ૧ પાપસ્થાનક છછું પરિહરો, મન ધરી ઉત્તમ ખંતી રે; ક્રોધભુજંગીની જાંગુલી, એહ કહી જયવંતી રે.પાપ૦ ૨
For Private And Personal Use Only