________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતપિતા સુત બાંધવ છોડે, ક્રોધે મૂછને મરડે રે; રાજા દંડે દૈવ વખાડે, અપજશના ફલ જોડે રે. કો. ૬ ક્રોધે સઘલા કાજ વિણાસે, પરના મર્મ પ્રકાશે રે; સજ્જન તે પણ અળગા નાસે, કોઈ ન રાખે પાસે રે. કોડ છે આતમ શુભ શિખલડી આ છે, જો તું શિવપુર વાંછે રે; પરનિંદાથી રહીને પાછે, મિચ્છામિ દુક્કડં માંગે રે. ક્રો. ૮ શ્રી જિન આગમને અભ્યાસે, ભાવસાગર બમ ભાખે રે; ધર્મ કરો મનને ઉલ્લાસે, ઉપશમ આણો પાસે રે. ક્રો- ૯
૧૫૬ માનની સઝાય)
(રાગ-પુણ્ય સંયોગે પામીઓજી) માન ન કીજે માનવી રે, માન તે દુ:ખ નિદાન, માને હોચ મલીનતા રે, જિમ જગ કોલું પાન; સુગુણનર ! ગવપણે ગુણ જાય, ગર્વપણું દુઃખદાય સુ. ૧ અતિ અભિમાની આકરો રે, ન નમે દેવગુરુ પાય, હુંહુંકારો કરે ખર પરે રે, સાધુ સંગે નવિ જાય. સુ૦ ૨ માની મનમાં ચિંતવે રે, હું એક ચતુર સુજાણ, અમે કામ મોટા કર્યા રે, શું જાણે લોક અજાણ. સુo ૩ શેલ ખંભ જીમ સદા રહે રે, વંકો વચરી અભિમાન, નમાવ્યો નમે નહિ રે, દૂર તસ ધર્મ દયાન. સુ૦ ૪ શું જઇએ ઉપાશ્રયે રે, કોઈ નવિ દીચે બહુમાન, ધર્મલાભ ગુરુ નવિ દીયે રે, એમ બોલે અભિમાન. સુ. ૫ મૂરખ મનમાં નવિ લહે રે, તુજમાં હોશ્ય જો ગુણ, આદરે આઘો બેસાડશે રે, કહેવા જાશે કુણ. સુ૦ ૬
For Private And Personal Use Only