________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૪
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મરત્ન સુરતરૂ સમો રે, જેહની શીતલ છાંય; સેવક જન નીત સેવજો રે, એહ છે મુક્તિનો દાય. ચતુર૦ ૯
૧૪૫ જીવદયાની સઝાય
(રાગ-રઘુપતિ રાઘવ રાજારામ)
આદિ જિનેશ્વર પાય પ્રણમેવ, સરસ્વતી સ્વામિની મન ધરેવ; જીવદયા પાળો નરનાર, તો તરશો નિશ્ચય સંસાર ૧ પાણી ગળતાં જયણા કરો, ખારાં મીઠાં જુદાં ધરો; જેહને મન દયા પ્રધાન, તે ઘર હોશે બહુ સંતાન. ૨ મારે જૂ ને ફોડે લીખ, નર નારીને એહિજ શીખ; તેહને ઘરે નહીં સંતાન, દુઃખ દેખે તે મેરુ સમાન. ૩ પક્ષી ઉંદર માણસના બાલ, જે પાપી મારે ચિરકાલ; તેને પરભવે એહીં જ દુઃખ, છોરુ તણાં નવિ હોવે સુખ. ૪ માખણ મધ બોલઅથાણ, આદૂ સૂરણ વર્ષે જાણ; ગાજર મૂળા રતાળુ જેહ, શુદ્ધ શ્રાવક છંડે તેહ. ૫ ફોગટ ફૂલે ને માયા કરે, કહો કેમ તે ભવ સાચર તરે;? જેહને દેવ-ગુરુશું દ્વેષ, સુખ નવિ પામે તે લવલેશ. ૬ બહુ દહાડાનું ભેગુ કરી, માખણ તાવે અગ્નિએ ધરી; તેહ મરીને નરકે જાય, માનવ હોય તો દાહજ્વર થાય. છ દૂધ તણે વળી લોભે જેહ, પાડા ભૂખે મારે તેહ; ફરતાં ઢોરમાં તે જાય વળી, ભૂખે તરશે મરે ટળવળી. ૮ ‘આંખ ફૂટે' દીયે જે ગાળ, પરભવ અંધો થાયે બાલ; ‘મરો ફીટો’ દિયે જે ગાળ, પરભવ સુખ ન પામે તે લગાર. ૯ પાટ પાટલા ને વસ્ત્રદાન, સુવિવેકે વળી રાંધ્યું ધાન; મુનિવરને દેઈ કરે ઉલ્લાસ, તસ ઘરે લક્ષ્મી કરે થિરવાસ. ૧૦ ++++++++++
For Private And Personal Use Only