________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવા મુનિવરને પાયે નમું, પાળે શિયળ ઉદાર; અઢાર સહસ શીલાંગરના ધણી, ઉતારે ભવપાર. એ. ૨ ચોથા વ્રતને રે સમુદ્રની ઉપમા, બીજા નદીઓ સમાન; ઉત્તરાધ્યયને રે તે બત્રીસમેં, ભાખે જિન વર્ધમાન. એ. ૩ કોશા મંદિરે ચોમાસું રહા, ન ચળે શિયળે લગાર; તે સ્થૂલભદ્રને જાઉં ભામણે, નમો નમો રે સોવાર. એ. ૪ સીતા દેખી રે રાવણ મોહિયો, કીધા કોડી ઉપાય; સીતા માતા રે શીચલે નવિ ચળ્યાં, જગમાં સહુ ગુણ ગાય. એ પ શીયળ વિહુણા રે માણસ ફૂટડા, જેહવા આઉલ ફુલ; શીયળ ગુણે ફરી જેહ સોહામણા, તે માણસ બહુ મૂલ. એ. ૬ નિત ઉઠીને રે તમ સ્મરણ કરું, જેણે જગ જીત્યો રે કામ; વ્રત લેઇને રે જે પાળે નહિ, તેહનું ન લીજે રે નામ. એ. ૦ દશમા અંગમાં રે શીચળ વખાણીચો, સકલ ધરમ માંહે સાર; કાંતિવિજય મુનિ એણિ પરં ભણે, શીયળ પાળો નરનાર. એ. ૮
૧૪૩ પાંચમા મહાવતની સઝાયો
આજ મનહ મનોરથ અતિ ઘણો, મહાવત ગાવા પાંચમા તણો જિહાં સર્વ થકી પરિગ્રહ તજે, તેહને સંયમરમણી અતિ ભજે. આ૦ ૧ જેથી સંયમયાત્રા નિરવહીયે, તે તો પરિગ્રહમાં નવિ કહીએ; જે ઉપર મુચ્છ હોયે ધણી, તેહને પરિગ્રહ ભાખે ભગધણી. આ૦ ૨ જે તૃણા તરુણીનું મોહિયા, તેણે વિશે વસા ખોઇયા; તૃષ્ણા તરુણી જસ ઘર બાળા, તે જગ સઘળાના ઓશીયાળા. આ૦ ૩ તૃષ્ણા તરુણી જેણે પરિહરી, તેણે સંયમશ્રી પોતે વરી; સંચમ રમણી જસ પટરાણી, તેહને પાય નમે ઇન્દ્ર ઇન્દ્રાણી આ૦ ૪
For Private And Personal Use Only