________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસત્ય વચનથી રે વગર પરંપરા, કો ન કરે વિશ્વાસ; સાચા માણસ સાથે ગોઠડી, મુજ મન કરવાની આસ. અ૦ ૩ સાચા નરને રે સહુ આદર કરે, લોક ભણે જશવાદ; ખોટા માણસ સાથે ગોઠડી, પગે પગે હોય વિખવાદ. અ૦૪ પાળી ન શકે રે ધરમ વીતરાગનો, કર્મ તણે અનુસાર; કાંતિવિજય કહે તે પરશંસીએ, જે કહે શુદ્ધ આચાર. અ૦ ૫
૧૪૧ ત્રીજા મહાવતની સાચી ત્રીજું મહાવત સાંભળો, જે અદત્તાદાન; દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી, ત્રિવિધે ત્રિવિધ પચ્ચકખાણ. ૧ તે મુનિવર તારે તરે, નહી લોભનો લેશ; કર્મ ક્ષચ કરવા ભણી, પહેર્યો સાધુનો વેશ. તે મુનિ ૨ ગામ નગરપુર વિચરતા, જયણા માત્ર સાર; સાધુ હોય તો નવિ લીયે, અણ આપ્યું લગાર. મુનિ૦ ૩ ચોરી કરતાં ઇહ ભવે, વધ બંધન પામત; રૌરવ નરકે પડે, ઇમ શાસ્ત્ર બોલંત. તે મુનિ- ૪ પરધન લેતા પરતણાં, લીધા બાહા જ પ્રાણ. પરધન પરનારી તજે, તેહના કરું રે વખાણ. તે મુનિ ૫ ત્રીજું મહાવ્રત પાળતાં, મોક્ષે ગયા કેઈ કોડી; કાંતિવિજય મુનિ તેહના, પાય નમેં કર જોડી. તે મુનિ ૬
(૧૪૨ ચોથા મહાવતની સઝાયો સરસ્વતી કેરા રે ચરણ કમળ નમી, મહાવ્રત ચોથું રે સાર; કહીશું ભાવે રે ભવિચણ સાંભળો, સુણતાં જય જયકાર. ૧
For Private And Personal Use Only