________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેક દીવે કરો અનુવાલો રે, મિથ્યાત્વ અંધકારને ટાલો રે, પછી અનુભવ સાથે મહાલો, જીવનજી બારણે મત જા .૮ સુમતિ સાહેલી શું ખેલો રે, દુર્મતિનો છેડો મેલો રે, પછી પામો મુક્તિ ગઢ હેલો જીવનજી બારણે મત જાજો ...૯ મમતાને કેમ ન મારો રે ? જીતી બાજી કાંઈ હારો રે, ? કેમ પામો ભવનો પારો ? જીવનજી બારણે મત જા ...૧૦ શુદ્ધ દેવગુરુ સુપસાય રે, મારો જીવ આવે કાંઈ હાય રે, પછી આનંદધનમય થાય, જીવનજી બારણે મત જા ...૧૧
આત્મગુણ પોષક સઝાય
(૧૩૩ વિનયની સઝાયો
(રાગ - રે જીવ માન ન કીજીએ) વિનય કરો ચેલા ગુરુ તણો, જિમ લહો સુખ અપારો રે; વિનય થકી વિધા ભણો, તપ જપ સૂત્ર આચારો રે. વિનચ૦ ૧ ગુરુ વચન નવિ લોપીચે, નવિ કરીયે વચન વિઘાતો રે; ઊંચે આસન નવિ બેસીયે, વચ્ચે વચ્ચે નવિ કરીએ વાતો રે. વિનય૦ ૨ ગુરુ આગળ નવિ ચાલીએ, નવિ રહીયે પાછળ દૂર રે; બરોબર ઉભા નવિ રહીએ, ગુરુને શાતા દીજે ભરપૂર રે. વિનચ૦ ૩ વસ્ત્રપાત્ર નિત્ય ગુરૂતણાં, પડિલેહીએ દોય વારો રે; આસન બેસણ પુજીએ, પાથરીએ સુખકારી રે. વિનય. ૪ અસન વસનાદિ સુખ દીએ, ગુરુ આણાએ મુખ નિરખો રે; વિબુધવિમલસૂરિ ઇમ કહે, શિષ્ય થાયે ગુરુ સરખો રે. વિનય પ
For Private And Personal Use Only