________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહી રૂપૈયો સિક્કા સહી ચાલે, તાતું પારખું હોય તો પારખી લે,
જો ખોટા હશે તો નહી ચાલે. હો નાણાવટી...૪ તું તો લોભી શહેરનો છે રાજા, તને લોભે મળીયા ઠગ ઝાઝા,
જેહવો રાજા તેહવી પ્રજા. હો નાણાવટી ૦...૫ તું તો માઝમ રાતનો વેપારી, તારી પરદેશે ચીઠ્ઠીઓ ચાલી,
તારા નામની હુંડીઓ સ્વીકારી. હો નાણાવટી ૦...૬ નવિ જાણે કપટીની વાતો, ખોટે નાણે રખે લલચાતો,
તું તો સુરત શહેરનો વટવાતો. હો નાણાવટી છે...૦ ઇમ બોલે વિવેક વાણી, કવિ રૂપવિજય દિલમાં આણી, તમે સાંભળજો ભવિચણ પ્રાણી.. હો નાણાવટી ૦...૮
૧૩૨ શ્રી આત્મોપદેશની સઝાયો હું તો પ્રણમું સદ્ગુરુ રાયા રે, માતા સરસ્વતી વંદુ પાયા રે, હું તો ગાઉ આતમરાયા, જીવનજી બારણે મત જાજે રે, તમે ઘર બેઠા કમાવો, ચેતનજી બારણે મત જાજે રે ....૧ તારે બાહિર દુર્મતિ રાણી રે, કેતાં સુ કુમતિ કહેવાણી રે, તને ભોળવી બાંધશે તાણી જીવનજી બારણે મત જા ... ૨ તારાં ઘરમાં છે ત્રણ રતન રે, તેનું કરજે તુ જતન રે, એ તો અખૂટ ખજાનો છે ધન, જીવનજી બારણે મત જાજો ...૩ તારા ઘરમાં પેઠા ધુતારા રે, તેને કાઢો ને પ્રિતમ પ્યારા રે, તમે તેહથી રહો ને ન્યારા, જીવન જી. બારણે મત જાજે. સત્તાવનને કાઢો ઘરમાંથી રે, ત્રેવીશને કહો જાયે ઇહાંથી રે, પછી અનુભવ જાગશે માહેથી, જીવનજી બારણે મત જાજ ...૫ સોળ કષાયને દીયો શીખ રે, અઢાર પાપ સ્થાનકને મંગાવો ભીખ રે, પછી આઠ કરમની શી બીક, જીવનજી બારણે મત જાજ ...૬ ચારને કરી ચકચર રે, પાંચમી શું શાઓ હજુર રે, પછે પામો આનંદ ભરપૂર રે જીવનજી બારણે મત જાજો ...૦
For Private And Personal Use Only