________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનને કાજે ધમમસતો રે, હિંડે હલતો ,; પાસે પૈસા પુર છે રે, ધર્મ નથી કરતો. ૫ નેત્ર ને નાસિકા ગળશે રે, વળી વળશો વાંકા; બોલ્યું કોઈ ન માનશે રે, ત્યારે પડશો ઝાંખા. ૬ દાંત પડીયા મુખ ખાલી રે, ત્યારે કેને કહેશો; ધર્મની વાત ન જાણી રે, પ્રભુજીને કેમ મલશો. ૭ ઉંબર ડુંગર થાશે રે, ગોળી થાશે ગંગા; પ્રભુજીનું નામ સંભારો રે, હોવે જિમ રંગા. ૮ શેરી પર શેરી થાશે રે, ત્યારે બેસી રહેશો; લોભ ને લલુતા વધશે રે, બેઠાં ક્ય-ક્ય કરશો. ૯ દિકરડાની વહુરો રે, રીસડીએ બળશે; એ ઘરડા ઘરમાંથી રે, કે દહાડે ટળશે. ૧૦ પીપળ પાન ખરંતા રે, હસતી કુંપળીયા; અમ વીતી તુમ વીતશે રે, ધીરી બાપડીયા. ૧૧ રાવણ સરીખા રાજવી રે, ગયા જનમારો ખોતાં; પાપી હાથ ઘસતાં રે, જાણે જન્મ્યા નોતા. ૧૨ ધન તે જહાં તિહાં વેરી રે, એકાકી જાવું લોભ ને લલુતા મૂકી રે, અરિહંતને ધ્યાવો. ૧૩ શિવરમણી સુખ ચાખો રે, અનુભવનો મેવો; ચેતવું હોય તો ચેતજો રે, સંસાર છે એવો. ૧૪ કવિ ઋષભની શીખડી રે, હૃદયમાં ધારો; જીતી બાજી હાથથી રે, તમે કેમ વિસારો. ૧૫
૧૨૩ ઉપદેશની સઝાયો આપે આપ સદા સમજાવે, મનમાં દુઃખ મત પાવો રે કોઈ કીસીકે કામ ન આવે, આપ કિયા ફલ પાવે રે
આપે ૧ જિમ પંખી તરુએ મિલી આવે, રચણી બીતે જાવે રે જિમ તીરથ મેલી સાથી સંઘો, કરી કરી નિજ ઘર જાવે રે... આપે ૨ આપ થકી જે કર્તવ્ય હુવા, ભોગવે તે એકીલો રે, માહરું મારું કરતો અહોનિશ, મુઢપણે હોય ઘેલો રે... આપે ૩ સ્થિર નહી એ સંસારી પ્રાણી, તન ધન યોવન વાન રે જિમ સંધ્યા વાદળના રંગ, જિમ ચંચળ ગજ કાન રે... આપે ૪ એમ જાણી તમે ધર્મ આરાધો, આપે આપ સખા હો રે જ્ઞાન વિમલ પ્રભુને ચિત્ત ધ્યાવો, જિમ શિવસુખ તમે પાવો રે.આપે છે
For Private And Personal Use Only