________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાંદી પેટી ને જેટાનો, ધંધો એ મોટો ટોટાનો,
છે દોરી લોટાનો.. સુણ૦ ૪ સજ્જન કો સંગ નહિ કરતું, ચકડોલ સમું રે મન ફરતું,
મળતા સંગી ત્યાં મન ઠરતું.. સુણ૦ ૫ એ વગર મહેનતના ધંધાથી, તારાજ થયા લક્ષાધિપતિ,
મડદાં ને ખાંપણ મળતું નથી... સુણ૦ ૬ પળમાં ધનવાન બને તું તો, પળ એક પછી આંસુ લૂછતો,
ઢીલા લમણે દેખ્યો સૂતો રે..સુણ૦ o મીઠો એ મારગ લાગ્યાથી, બકરી સમ બન્યા બહુ હાથી,
ભીખ માંગીને ભાગ્યા ત્યાંથી... સુણ૦ ૮ ઘરબાર ઘરેણાને મેલી, ખત લખી આપે જુગટું ખેલી,
બૈરી બાળકનો કુણ બેલી... સુણ૦ ૯ વ્યસનો વધશે એથી ઝાઝા, નિજ કુળ તણી જાશે માઝા,
ફીટકાર તણાં વાગે વાજાં... સુણ૦ ૧૦ છે સટ્ટામાંથી પાપ અતિ, મૃત્યુથી પામે માઠી ગતિ,
નરકાદિક પણ સંઘરતું નથી... સુણ૦ ૧૧ ઉદયરત્ન શીખ ધરજો સારી, તજ સટ્ટાને શત્રુ ધારી,
હારી બેઠા કેઈ જખ મારી... સુણ૦ ૧૨
૧૨૨ અનુભવની સજઝાયો અનુભવિયાના ભવિયા રે. જાગીને જોજે; આગળ સુખ છે કેવા રે, જીવો તે જોજો. ૧ બાલપણે ધર્મ ન જાણ્યો રે, તે રમતાં ખોયો; જોબન મેં મદ માતો રે, વિષયમાં મોહ્યો. ૨ ધર્મની વાત ન જાણી રે ખોટી લાગી માયા જોબન જાશે જરા આવશે રે ત્યારે કંપશે રે કાયા. ૩ મોહ માયામાં માગ્યો રે, સમક્તિ કિમ વરશે; ક્રોધ વ્યાપ્યો સબલો રે, બોલતો નવિ ખલસે. ૪
For Private And Personal Use Only