________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હૈડા ભીતર સમતા રાખો, જન્મ ફરી નવિ મળશે જી; કાયર તો કાદવમાં ખંતા, શૂરા પાર ઉતરશે જી. આ૦ ૧૨ ગુર કંચન ગુરુ હીરા સરિખા, ગુરુ જ્ઞાનના દરિયા જી; કહે અભય સદ્ગ, ઉપદેશે, જીવ અનંતા તરીયા જી. આ૦ ૧૩
( ૧૧૯ સ્ત્રીને શિખામણની સજઝાય)
નાથ કહે તું સુણને નારી, શિખામણ છે સારી જી; વચન તે સઘલાં વીણી લેશે, તેહના કારજ સરશે, શાણી થઈએ જી. ૧ જાત્રા જાગરણ ને વિવાહમાં, માતા સાથે રહીએ જી; સાસરિયામાં જળ ભરવાને, સાસુ સાથે જઇએ. શાહ ૨ દિશા અંધારી ને એકલડાં, માર્ગમાં નવિ જઇએ જી; એકલી જાણી આળ ચઢાવે, એવું શાને કરીએ. શા. ૩ વ્હાણામાં બૅલેરા ઉઠી, ઘરનો ધંધો કરીએ જી; નણંદ જેઠાણી પાસે જઇને, સુખ દુઃખ વાત ન કરીએ. શા. ૪ ચોકમાં ચતુરાઈએ રહીએ, રાંધતા નવિ રમીએ જી; સહુકો'ને પ્રસાદ કરાવી, પાછલ પોતે જમીએ. શા. ૫ ગાંઠે પહેરી ઘરમાં રહીએ, બહાર પગ નવિ ભરીએ જી; સસરા-જેઠની લાજ કરીને, હોં આગળથી ખસીએ. શા૦ ૬ છૂટે કેશે શિર ઉઘાડે, આંગણામાં નવિ જઇએ જી; પુરુષ તણો પડછાયો દેખી, હોં આગળ નવિ રહીએ. શાવે છે એકાંતે દિયરીચા સાથે, હાથે ન તાળી લઈએ જી; પ્રેમ તણી જો વાત કરે તો, હોં આગળથી ખસીયે. શા. ૮ આભરણ પહેરી અંગ શોભાવી, હાથે દર્પણ ન લઈએ જી; પિયુડો જો પરદેશ સિધાવે તો, કાજળ રેખ ન દઇએ. શા. ૯
For Private And Personal Use Only