________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિયુડા સાથે ક્રોધ ન કરીએ, રિસાયેલા નવિ રહીચે જી; છે ચાં-છોરૂ-છોકરડાંને, તાડન કદીય ન કરીયે. શા. ૧૦ ઉજજડ મંદિરમાંહિ ક્યારે, એકલડાં નવિ જઇએ ; એકલી જાણી આળ ચઢાવે, એવું શાને સહીએ. શા. ૧૧ ફિરિયલ નારીનો સંગ ન કરીએ, તસ સંગે નવ ફરીયે જી; મારગ જાતાં વિચાર કરીને, ઊંડો પાવ ન ધરીએ. શા. ૧૨ ઉદયરત્ન વાચક એમ બોલે, જે નરનારી ભણશે જી; તેહના પાતક પૂરે ટળશે, મુક્તિપુરીમાં જઇ મળશે. શા. ૧૩ ૧ લજ્જા વિનાની
(૧૨૦ ઉત્તમ મનોરથની સજઝાય
ધન ધન તે દિન ક્યારે આવશે, જપશું જિનવર નામ; કર્મ ખપાવી રે જે થયા કેવળી, કરશું તાસ પ્રણામ. ધન- ૧ મન વચ કાયા રે આપણા વશ કરી, લેશું સંયમ યોગ, સમતા ધરશું રે સંચમ ચોગમાં, રહેશું ઝંડી રે ભોગ. ધન૦ ૨ વિનય વૈયાવચ્ચ ગુરુ ચરણે કરી, કરશું જ્ઞાન અભ્યાસ; પ્રવચન માતા રે આઠે આદરી, ચાલશું પંથ વિકાસ. ધન૩ પરિગ્રહ વસતી રે વસ્ત્ર ને પાત્રમાં, આડંબર અહંકાર; મૂકી મમતા રે લોકની વાંછના, પાલશું શુદ્ધ આચાર. ધન- ૪ તપ તપી દુર્લભ દેહ કસી ઘણું, સહીશું શીત ને તાપ; પુદ્ગલ પરિણતિ રંગ નિવારીને, રમશું નિજગુણ આપ. ધન પ સસલા સાબર મૃગને રોઝડા, સુંઘે તનુ મુખ નાસ; ખોળે મસ્તક મૂકી ઊંઘસે, આણી મન વિશ્વાસ. ધન ૬ પદ્માસન ઘરી નિશ્વળ બેસશું, ધરશું આતમ ધ્યાન; ગુણઠાણાની રે શ્રેણી ચઢી કરી, સાધશું મોક્ષનું ઠામ. ધન છે
For Private And Personal Use Only