________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮ રત્ન ચિતામણીની સઝાયો આ ભવ રત્ન ચિંતામણી સરિખો, વારોવાર ન મળશે જી; ચેતી શકે તો ચેતજે જીવડા, આવો સમય નહીં મળશે જી. આ૦ ૧ ચાર ગતિ ચોરાશી યોનિ, તેમાં તું ભમી આવ્યો છે; પુણ્ય સંયોગે સ્વપ્નની સંગતે, માનવનો ભવ પાયો જી, આ૦ ૨ વહેલો થા તું વહેલો જીવડા, લે જિનવરનું નામ જી; કુગુરુ કુદેવ કુધર્મને છંડી, કીજે આતમ કાજ જી. આ૦ ૩ જેમ કઠિયારે ચિંતામણી લાધો, પુણ્ય તણે સંયોગ જી; કાંકરાની પરે નાંખી દીધો, ફરી નહીં મળવા જોગ જી. આ૦ ૪ તેહની વચ્ચે તું બેઠો જીવડા, કાળ આહેડી નિકાશે જી; એક કાળે તું આવ્યો જીવડા, એક કાળે તું જાશે જી. આ૦ ૫ ધન્ય સાધુ જે સંયમ પાળે, સુધો મારગ દાખે છે; સાચું નાણું ગાંઠે બાંધે, ખોટે દૃષ્ટિ ન રાખે છે. આ૦ ૬ માતા પિતા દારા સુત બાંધવ, બહુવિધમાં વિરતી જોડે જી; તે માંહેથી જો કાજ સરે તો, સાધુ ઘર કેમ છોડે છે ? આ૦ છે. માયા મમતા વિષય સહ ઠંડી, સંવર ક્ષમા એક કીજે જી; ગુરુ ઉપદેશ સદા સુખકારી, સુણી અમૃતરસ પીજે જી. આ૦ ૮ જેમ અંજલીમાં નીર ભરાણું, ક્ષણ ક્ષણ ઓછું થાય છે; ઘડી ઘડીએ ઘડીયાળા વાજે, ક્ષણ લાખેણી જાય છે. આ૦ ૯ સામાચિક મન શુદ્ધ કીજે, શિવરમણી ફળ પામીજે જી; માનવભવ મુક્તિનો કામી, તેમાં ભરોશો શાનો લીજે જી? આo૧૦ દેવગર તમે દ્રઢ કરી ધારો, સમકિત શુદ્ધ આરાધો જી; છક્કાય જીવની રક્ષા કરીને, મુક્તિનો પંથ જ સાધો જી. આ૦ ૧૧
- કાકા જ
For Private And Personal Use Only