________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિહાં હવા પાણી નહિ સંચરે રે લોલ, નહિ સેજ તલાઈ પલંગ જો; તિહાં લટકી રહ્યો ઉંઘે શિરે રે લોલ, દુઃખ સહત અપાર અનંત . ૨ ઉઠ" કોડી સૂઈ તાતી કરી રે લોલ, સમ કાળે ચાંપે કોચ રાય જો; તેથી અષ્ટગણું તિહાં કને રે લોલ, દુખ સહેતાં વિચાર તે થાય જો. ૩ હવે પ્રસવે જો મુજને માવડી રે લોલ, તો કરું હું તપ જપ ધ્યાન જો; હવે એવું સદા જિનધર્મને રે લોલ, મૂકું કુગરનો સંગ અજ્ઞાન છે. ૪
જ્યારે જન્મ્યો ત્યારે ભૂલી ગયો રે લોલ, ઉઆં ઉઆં રહ્યો ઇમ કહેવાય જો; તિહાં લાગી લાલચ રમવા તણી રે લોલ, આયુ અંજલી જળ સમ જાય જો. ૫ | ઇમ બાળક વચ રમતાં ગઈ રે લોલ, થયો ચોવને મકરધ્વજ સહાય જો; ચિત્ત લાગ્યો તદા રમણી સુખે રે લોલ, પુત્ર પૌત્ર દેખી હરખાય જો. ૬ થઇ ચિંતા વિવાહ વાજમ તણી રે લોલ, ધન કારણે ધાવે દેશોદેશ જો; પુણ્યહીણો થઈ પામે નહિ રે લોલ, ચિંતે ચોરી કરું કે લૂંટું દેશ જો. ૭ | ગયું સેવન આવી જરા ડાકણી રે લોલ દૂજે કર પગ શિર ને શરીર જો; ઘરે કહ્યું કોઈ માને નહિ રે લોલ, પડ્યો કરે પોકાર નહિ ધીર જો. ૮ ઇમ કાળ અનંતો વહી ગયો રે લોલ, અબ ચેત મૂરખ સરદાર જો; આવો જોગ મળવો મુશ્કેલ છે રે લોલ, એવો શ્રી જિન શિવ સંકેત જો. ૯ કવિ દાસ કહે મુજ સાહિબા રે લોલ, ફૂડો કપટી કુશીલ શિર મોડ જો; મેં તો દીઠો નહિ કોઈ દેશમાં રે લોલ, મોટો ધર્મનો ઠગ ઠાકોર જો. ૧૦ મુનિ તત્ત્વસાગરના પસાથી રે લોલ, ધર્મધ્યાને થયો ઉજમાળ જો; સંઘ સેવા કરે શાંતિનાથની રે લોલ, તેથી મંગળ માળ વરતાય જો. ૧૧ ઓગણીસે ત્રીશ અષાઢની રે લોલ, શુદ એકમને બુધવાર જો; પ્રભુ કરો કૃપા કવિદાસ પર રે લોલ, ઘનઘાતીયા ચાર નિવાર છે. ૧૨ ૧ સાડાત્રણ
For Private And Personal Use Only