________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે સામાયિક કરાવીએ તો, લાગે શાક અપાર; વાતો સાથે જે મીલે તો, કરે કરે પહોર દો ચાર કે. ૩ ઉભા કાઉસ્સગ્ન કરાવીએ તો, કહે દુઃખે મોરા પાય; માથે પોટકું મૂકીએ તો, દોડ્યો દોડ્યો મારગે જાય કે. ૪ જો ઉપવાસ કરાવીએ તો, લાગે ભૂખ અપાર; લેણા કારણ રોકીએ તો, લાંઘે લાંઘે દો દિન ચાર કે. ૫ ધર્મને કાંજ માગીએ તો, એક બદામ ન દેય; રાજ્ય કે વેધક રોકી લે તો, ખૂણે બેસી ગણી ગણી દેય કે. ૬ લોભને વશ થઇ પ્રાણીચો રે, મેળવે ઘણેરી રે આથ; દાન સુપાત્રે દેવતાં તો, થર થર ધ્રુજે છે હાથ કે. ત્રણ તત્વ આરાધીયે રે, જપીએ શ્રી નવકાર; ખિમાવિજય ગુણ આણીએ તો, પહોંચે મુક્તિ મોઝાર કે ૮
૧૦૯ અધ્યાત્મની સઝાયો
(રાગ - દયાસિન્ધ દયાસિબ્ધ.) અરે કિસ્મત તું ઘેલું, હસાવે તું રડાવે તું; ઘડી ફંદે ફસાવીને, સતાવે તું રીબાવે તું. અરે૧ ઘડી આશામહી વહે તું, ઘડી અંતે નીરાશા છે; વિવિધ રંગો બતાવે તું, હસે તેને રડાવે તું. અરે ૨ કોઈની લાખ આશાઓ, ઘડીમાં ધુળધાણી થઈ પછી પાછી સજીવન થઈ, રહેલાને હસાવે તું. અરે, ૩ રહી મશગુલ અભિમાને, સદા મોટાઈ મન ધરતાં; નિડરને પણ ડરાવે તું, ન ધાર્યું કોઈનું થાતું. અરે૪
For Private And Personal Use Only