________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦ સુકૃતની સઝાયો જીવડા સુકૃત કરજે સાર, નહિતર સ્વપ્ન છે સંસાર; પલકતણો નિશ્ચય નથી ને, નથી બાંધી તે ધર્મની પાળ. જીવડા૦ ૧ ઉંચી મેડી ને અજબ ઝરૂખા, ગોખ તણો નહિ પાર; લખપતિ છત્રપતિ ચાલ્યા ગયા તેના, બંધ રહ્યા છે બાર. જીવડા. ૨ ઉપર ફૂલડાં ફરફરે ને, બાંધ્યા તે શ્રીફળ ચાર; ઠાકઠીક કરી એને ઠાઠડીમાં બાંધ્યો, પછી પૂંઠે તે લોકનો પોકાર જીવડા ૩ શેરી લગે સબ સાથે ચર્લંગી, નારી તણો પરિવાર; કુટુંબ કબીલો પાછો ફરીને, સો કરશે ખાનપાન સાર. જીવડા૦ ૪ સેજ તલાઈ વિના નવિ સુતો, કરતો ઠાઠ હજાર; સ્મશાને જઈ ચેહમાં સુવું, ઉપર કાષ્ટના ભાર. જીવડા ૫ અગ્નિ મૂકીને અળગા રહેશે, ત્યારે વરસસે અંગે અંગાર; ખોળી ખોળીને બાળશે જેમ, લોટું ગાળે લુહાર. જીવડા ૬ સ્નાન કરીને ચાલીચા સ૬, સાથે મીલી નરનાર; દશ દિવસ રોઈ રોઈને રહેશે, પછી તે મૂકીચા વિસાર. જીવડાવે છે એવું જાણીને ધર્મ કરી લે, કરી લે પર ઉપકાર; સત્ય શિચળથી પામી લે જીવડા, શિવતરૂ ફળ સહકાર, જીવડા ૮
૧૦૮ શિખામણની સઝાયો
(રાગ - પુણ્ય સંયોગે પામીયોજી) ગરભાવાસમાં ચિંતવે રે, હવે ન કર પાપ; જબ આસો તબ વિસર્યો રે માંડ્યો માંડ્યો ઘણો રે સંતાપ કે, (સુણ રે ચંચળ) જીવડા ! તું તો પરભવ કૈસો લઈશ? જે નવકાર ગણાવીયે તો, નયણે નીંદ ભરાય; નાટક ચટક નિરખતા તો, જાયે રચણી વિહાય કે. ૨
For Private And Personal Use Only